સિંધરોટ પાણી પુરવઠા યોજનાની કામગીરી દરમિયાન બ્રિજનો કેટલોક ભાગ તૂટી પડતાં યોજના પૂર્ણ કરવામાં વિલંબ થયો છે. આ યોજના વહેલી તકે પૂર્ણ થાય તે માટે મ્યુ. કમિશનરે સિંધરોટ ખાતે ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરી જૂન મહિનામાં આ યોજના પૂર્ણ થાય તે માટે સૂચના આપી છે.
સોમવારે મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે સિંધરોટ પાણીની યોજનાના સ્થળની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. યોજના માટે એમજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી વહેલી તકે વીજ કનેક્શન આપવા જણાવ્યું હતું, જેમાં વીજ કંપનીએ તાત્કાલિક ટેમ્પરરી કનેક્શન આપી દેવાની ખાતરી આપી હતી.
આ ઉપરાંત કેટલીક જગ્યાએ જમીનનો કબજો મેળવવામાં વિલંબ થયો હતો, જેમાં જિલ્લા પોલીસની મદદ લઈને કબજો મેળવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્લાન્ટ પર લગાવેલી મશીનરીનું વહેલી તકે ઇન્સ્પેક્શન કરાવાશે.સોલાર સિસ્ટમની ફિઝિબિલિટી ચકાસવા સાથે વૃક્ષોનું પ્લાન્ટેશન કરવા પણ સૂચના આપી હતી.
પ્રથમવાર રૂા.15 કરોડનો અદ્યતન પંપ સેટ લગાવાશે
સિંધરોટ ઇન્ટેક વેલ ખાતે પ્રથમવાર સૌથી વધુ 50 એમએલડીની ક્ષમતાના 3 વર્ટિકલ ટર્બાઇન પંપ સેટ તથા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે 50 એમએલડીની ક્ષમતાના 325 કિલોવોટ, 3.3 કિલોવોટ એચટી મોટરના 3 વર્ટિકલ પંપસેટ લગાવાશે, જે કમ્પેન્સેટેડ મેગ્નેટિક એમ્પ્લિફાઇલ સોફ્ટ સ્ટાર્ટર સિસ્ટમ સાથેના હશે. જે વોલ્ટેજમાં ઘટાડો નિયંત્રિત કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.