તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલિટીકલ:દિનુમામાને વિવાદી નિવેદન બંધ કરવા માટે પક્ષની સૂચના

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બરોડા ડેરીની ચૂંટણી પહેલાં જૂથવાદ ડામવા કવાયત
 • કરજણ બેઠક પરથી ફોર્મ પરત ખેંચવા બંને ઉમેદવાર મક્કમ

બરોડા ડેરીની ચૂંટણીમાં કરજણની સીટ પરથી ધારાસભ્ય અક્ષય પટેલના ટેકેદારે ફોર્મ ભર્યા બાદ ડેરીના ચેરમેન દિનુમામાએ અક્ષય પટેલને પાર્ટીની શિસ્તમાં રહેવાની શિખામણ આપીને ‘ આજે તમારો વારો તો કાલે અમારો વારો આવશે’તેવી ચેતવણી આપ્યા બાદ રાજકારણ ગરમાયું હતું. જ્યારે ભાજપ પક્ષમાં જુથવાદ ખુલીને સામે આવ્યા બાદ પાર્ટીએ ડેમેજ કંટ્રોલ કરવા દિનુમામાને જાહેરમાં વિવાદાસ્પદ નિવેદનો ન આપવાની કડક સૂચના આપી હતી. બીજી તરફ કરજણ સીટ પરથી કોણ ફોર્મ પાછું ખેંચશે તેના પર પણ સસ્પેન્સ ઉભું થયું છે.

ભાજપ પ્રેરીત પેનલમાંથી કરજણમાંથી ઉમેદવારી નોંધાવનાર સતીષ નિશાળીયાએ જણાવ્યું હતું કે, તેઓ પોતાનું ફોર્મ પાછું નહી ખેંચે કારણ કે તેઓએ ભાજપ પ્રેરીત પક્ષ તરફથી અને સાંસદ રંજનબેન ભટ્ટ, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન કોયલી તેમજ દિનુમામાની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. તો બીજી તરફ ધારાસભ્ય અક્ષય પટેલના ટેકેદાર જગદેવસિંહ પરિહારે પણ પહેલા ફોર્મ પરત નહી ખેંચે તેવું જણાવ્યું હતું.

આ ઉપરાંત ભાજપના મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, પાર્ટીએ દિનુમામાને જાહેરમાં વિવાદસ્પદ નિવેદનો ન આપવા જણાવ્યું છે. જ્યારે પાર્ટીને જે પગલા ભરવાના છે તે પણ ભરાઈ રહ્યાં છે. બીજી તરફ બરોડા ડેરીની કરજણ સીટ પરથી બે ઉમેદવાર પૈકી ઉમેદવારી ફોર્મ કોણ પાછુ ખેંચશે તેના જવાબમાં શબ્દશરણ બ્રહ્મભટ્ટે પાર્ટી નક્કી કરશે તેમ જણાવ્યું હતું. જોકે આ સમગ્ર મામલો પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સુધી પહોંચે તે પહેલા તેનું નિરાકરણ લાવવા માટે સ્થાનિક આગોવાનોએ પ્રયાસો હાથ ધર્યા હતાં. શુક્રવારે થયેલા વિવાદ બાદ ધારાસભ્ય અક્ષય પટેલ અને દિનુમામાએ માૈન ધારણ કરી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો