તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
31મી ડિસેમ્બરની ઉજવણી પૂર્વે શહેર પોલીસ દ્વારા ઠેર ઠેર નશો કરીને ફરતા પીધેલાઓને પકડવા માટે બ્રેથ એનલાઇઝરનો ઉપયોગ શરૂ કરાયો છે પણ બ્રેથ એનલાઇઝરના ઉપયોગથી કોરોનાનો સંક્રમણનો ખતરો રહ્યો હોવાનો અભિપ્રાય શહેરના તબીબો વ્યક્ત કરી રહ્યા છે. જો કે કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને રાજ્ય પોલીસ વડાએ પીધેલા શખ્સોના મોંઢા નહીં સૂંઘવા બાબતે પરિપત્ર કર્યો છે. તો બીજી તરફ બ્રેથ એનલાઇઝરનો ઉપયોગ ચાલુ છે. 31મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા રોજ મુખ્ય માર્ગો પર દારૂ પીધેલાઓને પકડવા માટે બ્રેથ એનલાઈઝર સાથે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
આલ્કોહોલનું પ્રમાણ ચકાસવા બ્રેથ એનલાઈઝરની ટ્યુબમાં ફૂંક મારવાની હોય છે. આ ફૂંકની સાથે થૂંકના છાટા મશીન પર ઉડતા હોય છે. દિવસ દરમિયાન 100થી વધુ લોકો ફુંક મારતા તમામના ડ્રોપલેટસ મશીન પર ચોંટતા હોય છે, જેનાથી કોરોના વાઈરસ ફેલાવાનો ભય રહે છે.આમ પોલીસ ખુદ સુપરસ્પ્રેડર બની રહી છે.
બ્રેથ એનલાઇઝરથી કોરોના સંક્રમણની શકયતા અંગે ચકાસણી કરાવીશું
કોરાનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને પીધેલા શખ્સોની ચકાસણી કરવા મોંઢા નહી સુંઘવા તે બાબતે પરિપત્ર કરાયો છે જો કે બ્રેથ એનલાઇઝરનો ઉપયોગ હજું કરાઇ રહ્યો છે. બ્રેથ એનલાઇઝરથી કોરોનાના સંક્રમણ અંગે ચકાસણી કરાવીશું. - આશિષ ભાટીયા, રાજય પોલીસ વડા
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.