કચરા કૌભાંડ:ઇજારદારે ખુલાસો ન આપતાં પગલાં ભરવાને બદલે ફરી નોટિસ અપાઈ !

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડોર ટુ ડોરના ઇજારદારોએ સમયમર્યાદા પૂરી થવા છતાં જવાબ ન આપ્યો
  • સોલિડ વેસ્ટ વિભાગે ઇજારદારોને રૂા.17 લાખની પેનલ્ટી કર્યાનું કહ્યું

શહેરમાં પૂર્વ-પશ્ચિમ ઝોનમાં ચાલતા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાના ઇજારામાં મિસ પોઈન્ટ બદલ ઇજારદારને આપેલી નોટિસના 7 દિવસ બાદ ખુલાસો કરવામાં આવ્યો નથી. ત્યારે પાલિકાએ તેની સામે પગલાં લેવાની જગ્યાએ ફરી નોટિસ જ ફટકારી છે. બીજી તરફ પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગે જાન્યુઆરીથી મે મહિના સુધીમાં પશ્ચિમ ઝોનના ઇજારદારને મિસ પોઇન્ટની 5.93 લાખની પેનલ્ટી ફટકારી હોવાનું જણાવ્યું છે. જોકે હજુ સુધી ગુમ થયેલો ડેટા તંત્રને પરત મળ્યો નથી.

18 જુલાઈએ ભાજપના કાઉન્સિલર આશિષ જોષીએ પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરતા વાહનોએ હજારો પોઇન્ટ મિસ કર્યા હોવા છતાં પેનલ્ટી ફટકારાઇ ના હોવાનો અને 14 મહિનાના ડેટા ગુમ કરાયા હોવાનો આરોપ લગાવ્યો હતો. જેથી સોલીડ વેસ્ટ વિભાગે 10 દિવસ બાદ 28 જુલાઈએ પૂર્વ ઝોનના ઇજારદાર સીડીસીને નોટિસ ફટકારી મેમાં 6,537 મિસ પોઇન્ટ, રૂ. 40.40 લાખની પેનલ્ટી, ગુમ ડેટા અંગે ખુલાસો માગ્યો હતો. પશ્ચિમના ઇજારદાર ઓમ સ્વચ્છતા કોર્પોરેશનને મે મહિનામાં 38,219 મિસ પોઇન્ટ, 2.29 કરોડની પેનલ્ટી અંગે ખુલાસો માગ્યો હતો.

5 મહિનામાં કયા કારણોસર પેનલ્ટી લગાવી?

કારણોજાન્યુફેબ્રુમાર્ચએપ્રિલમે
થેલા ન હોયનથીનથીનથીનથીનથી
2 મજૂર ન હોય5700059000870007500037500
ડ્રેસ- આઇડી વગરનથી5600નથીનથી1400
POI મિસ કરેલ હોય29380970058560330740166000
અન્ય પેનલ્ટી13198023537729213813176049500
અન્ય સમાચારો પણ છે...