ચેકિંગ:શહેરના 16 પુલની તપાસ, તમામ સલામતનો રિપોર્ટ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફૂટ બ્રિજની પ્લેટ કટાઇ જતાં સમારકામ કરાશે
  • ​​​​​​​મોરબીની ઘટનાને પગલે પાલિકાએ ચેકિંગ કર્યું

મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટના બાદ પાલિકાએ તાત્કાલિક ધોરણે શહેરના 16 બ્રિજનું ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં 16 બ્રિજના સર્વેમાં તમામ સલામત હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સયાજીબાગમાં પ્લેનેટેરિયમ પાસે બ્રીજમાં સમારકામ કરવાનું જણાઈ આવ્યું છે.

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી જવાની ઘટનામાં 140 થી વધુ લોકો મોતને ભેટ્યા છે ત્યારે વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કમિશનરની સૂચનાના આધારે પાલિકાના અધિકારીઓની ટીમે મંગળવારે શહેરના 16 બ્રીજોનું ચેકિંગ કર્યું હતું. જેમાં સયાજી બાગમાં આવેલા ત્રણ બ્રિજનું પણ નિરીક્ષણ કર્યું હતું.

બ્રિજ પ્રોજેક્ટ શાખાએ ક્રેક ડેવલોપ, મેજર ડેમેજ સહિતના પ્રશ્નો સંદર્ભે જરૂરી નિરીક્ષણ કર્યું છે. જોકે, સર્વે કર્યા બાદ રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવશે. આધારભૂત સૂત્રો મુજબ 16 બ્રિજની તપાસમાં તમામ બ્રિજ સલામત હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સપાટી પર આવ્યું છે. આ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે સયાજીબાગમાં પ્લેનેટેરિયમ પાસે આવેલા ફૂટ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવતાં બ્રિજની નીચે એક પ્લેટ કટાઈ ગઇ હોય તેનું સમારકામ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...