તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરાના ધર્માંતરણ કેસ:રૂા.60 કરોડના હવાલા કેસમાં આઠ આંગડિયાની પૂછપરછ

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સલાઉદ્દીનની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
સલાઉદ્દીનની ફાઈલ તસ્વીર
  • વડોદરા પોલીસની એક ટીમ મહારાષ્ટ્ર પહોંચી
  • દુબઇના મુસ્તુફા શેખના મુંબઇના નેટવર્કની તપાસ શરૂ

ધર્માંતરણ અને ફંડિંગના મામલામાં સલાઉદ્દીન શેખને દુબઇથી હવાલા મારફતે મળેલા 60 કરોડના હિસાબોની પોલીસ દ્વારા તપાસ શરુ કરાઇ છે. હવાલાથી મોકલાયેલા 60 કરોડના પૈસાના મુદ્દે યુકેના અબ્દુલ્લા ફેફડાવાળા અને દુબઇના મુસ્તુફા શેખ સહિતના વ્યક્તિઓ સામે શરુ કરાયેલી તપાસમાં મુસ્તુફા શેખનું મુંબઇમાં મોટુ નેટવર્ક હોવાનું જણાતા પોલીસની એક ટીમ મુંબઇ પહોંચી તપાસ કરશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. અબ્દુલ્લા ફેફડાવાળા અને દુબઇના મુસ્તુફા અંગે લાગતા વળગતા વિભાગોની મદદ અને એમ્બેસીનો સંપર્ક પણ કરાશે. બીજી તરફ હવાલા કેસમાં મુંબઇ અને વડોદરાના 8 આંગડિયાની પૂછપરછ કરાઇ હતી.

ધર્માંતરણ, સરકાર વિરોધી આંદોલનો અને કોમી તોફાનોમાં સંડોવાયેલા આરોપીઓને છોડાવવા માટે શહેરના સલાઉદ્દીન શેખ તથા ઉણર ગૌતમ સહિતના આરોપીઓની સામે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યા બાદ મામલાની ઝીણવટભરી તપાસ કરાઇ રહી છે.

હવાલાથી મળેલા પૈસામાંથી દેશની 103 મસ્જીદોને રૂા.7.50 કરોડનું ફંડીંગ કરવામાં આવ્યું હતુ. જેમાંથી આસામમાં 3 મસ્જિદ, ગુજરાતમાં 8 મસ્જિદ, મહારાષ્ટ્રમાં 45 મસ્જિદ, મધ્યપ્રદેશમાં 17 મસ્જિદઅને રાજસ્થાનમાં 30 મસ્જિદને ફંડિંગ કરવામાં આવ્યું હતું. જેમાં યુકેના અબ્દુલ્લા ફેફડાવાળાએ આ પૈસા દુબઇના મુસ્તુફા શેખ મારફતે સલાઉદ્દીનને મોકલ્યા હોવાનું જણાયુ હતું પોલીસની એક ટીમ આ માટે મહારાષ્ટ્રમાં પણ તપાસ કરી રહી છે.

આંગડિયા પેઢીમાં પૈસા લેવા કોણ આવતું હતું
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે દુબઇથી મોકલાયેલા 60 કરોડના ફંડમાં મુંબઇ અને વડોદરાના 8 આંગડિયા દ્વારા પૈસા મોકલાયા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે જેથી પોલીસ આંગડિયાની પુછપરછ કરી રહી છે. આ પૈસા કોના કહેવાથી મોકલાયા હતા અને કયારે કેટલી રકમ મોકલાઇ હતી તથા પૈસા લેવા કોણ જતું હતું તે સહિતના મુદ્દા પર તપાસ કરવામાં આવી રહી છે. ધુલીયામાં પણ મુસ્તુફાના સંપર્કો હોવાનું તપાસમાં જણાઇ રહ્યું છે

અન્ય સમાચારો પણ છે...