તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેન્ડ ગ્રેબીંગ વિવાદ:મનસુખ શાહના જમીન કૌભાંડ અંગેની તપાસનો ફરી સળવળાટ

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લેન્ડ ગ્રેબિંગનો ગુનો બને છે કે કેમ તેની ચકાસણી શરૂ : અગાઉની તપાસના દસ્તાવેજો કબજે કરાયા

ધીરજ હોસ્પિટલમાં કોરોનાના બેડનું કૌભાંડ બહાર આવ્યા બાદ તંત્રે તેની સામે ભૂતકાળના જમીન કૌંભાડની તપાસ શરૂ કરી સંબંધીત વિભાગ પાસે જમીન કૌંભાડને લગતા મહત્વના દસ્તાવેજો કબજે કરાયા છે. મનસુખ શાહના લેન્ડ ગ્રેબીંગ વિવાદની તપાસ શરૂ કરાઈ છે.

સૂત્રોએ જણાવ્યું કે, ભૂતકાળમાં લાંચ પ્રકરણ બાદ એસીબી દ્વારા મનસુખ શાહ સામે તપાસ શરૂ કરાઇ હતી. જેમાં મનસુખ શાહે બોગસ દસ્તાવેજોથી જમીન પચાવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારબાદ એસીબી દ્વારા જિલ્લા વહિવટી તંત્રને પત્ર લખીને તપાસ કરવા જણાવ્યું હતું. વાઘોડીયા પોલીસમાં પણ ભુતકાળમાં તલાટી પરમાર અને મનસુખ શાહ સામે ફરિયાદ નોંધાઇ હતી.

ગેરકાયદેના દબાણ તોડવાની કાર્યવાહી કરાઇ હતી. તંત્ર દ્વારા હવે ફરી તપાસ શરૂ કરાઇ છે. જિલ્લા વહિવટી તંત્રે ફરી આ મામલાની તપાસ શરુ કરી છે અને પોલીસ તથા એસીબી દ્વારા કરાયેલી તપાસના દસ્તાવેજો ઉપરાંત જમીન કૌંભાડના મહત્વના દસ્તાવેજો વહીવટીતંત્રે મગાવ્યા છે. આ તપાસનો રિપોર્ટ રાજય અને કેન્દ્ર સરકારને પણ કરાશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...