• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Inmates At Danteshwar Open Jail To Set Up A Green Garden, With The Help Of Nirankari Mission, Inmates Planted 2,000 Saplings In The Jail Premises

કેદીઓ બનશે વૃક્ષ પાલક:વડોદરાની દંતેશ્વર ઓપન જેલમાં કેદીઓ લીલી વાડી તૈયાર કરશે, નિરંકારી મિશનના સહયોગથી કેદીઓએ 2 હજાર રોપાઓનું વાવેતર કર્યું

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
દંતેશ્વર ઓપન જેલમાં કેદીઓએ જેલ પરિસરમાં 2 હજાર રોપાઓનું વાવેતર કર્યું છે - Divya Bhaskar
દંતેશ્વર ઓપન જેલમાં કેદીઓએ જેલ પરિસરમાં 2 હજાર રોપાઓનું વાવેતર કર્યું છે
  • આંબો,ચીકુ, આમળા,દાડમ, સીતાફળ અને લીંબુ સહિતના રોપા વાવવામાં આવ્યા છે

કેદીઓના માનસ પરિવર્તન અને જીવન ઉત્કર્ષના એક પ્રયોગરૂપે રાજ્યના જેલ વિભાગે વડોદરા મધ્યસ્થ તુરંગને સંલગ્ન વિશાળ જગ્યામાં દંતેશ્વર ઓપન જેલ શરૂ કરી છે. જે કેદીભાઇઓનો રેકોર્ડ ખૂબ સારો છે અને મહેનત માંગી લેતાં કૃષિકાર્યોમાં જેઓ કુશળ છે, તેઓને અહીં જેલના બંધિયાર નહીં પણ ખુલ્લા વાતાવરણમાં ખેતી અને શાકભાજી ઉછેરના કાર્યોમાં જોડવામાં આવ્યાં છે.

વૃક્ષ ઉછેરનો વ્યાયામ મનને શાંતિ આપનારો બની રહેશે
અહીં ગીર ગાયોની ગૌશાળા શરૂ કરવામાં આવતા કેદીભાઇઓ ગૌપાલક તો બની ચૂક્યા છે. હવે ખુલ્લી જેલના વિશાળ પરિસરમાં સંત નિરંકારી મિશનના સહયોગથી બે હજાર ફળાઉ અને ઔષધીય વૃક્ષોની લીલી વાડી ઉછેરવાનું આયોજન જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવતા તેઓ વૃક્ષપાલક બનશે. આમ,પણ વૃક્ષો અને હરિયાળી મનને શાંતિ આપે છે, ત્યારે સાંસારિક વ્યાધિ ઉપાધિથી થયેલી ભૂલો થી જેમને સજા ભોગવવાનો વારો આવ્યો છે, તેવા આ ભાઈઓ માટે વૃક્ષ ઉછેરનો વ્યાયામ મનને શાંતિ આપનારો બની રહેશે.

આંબો,ચીકુ, આમળા,દાડમ, સીતાફળ અને લીંબુ સહિતના રોપા વાવવામાં આવ્યા છે
આંબો,ચીકુ, આમળા,દાડમ, સીતાફળ અને લીંબુ સહિતના રોપા વાવવામાં આવ્યા છે

બે હજાર રોપાઓનું રોપાણ પૂરું કર્યું
જેલ અધિક્ષક બળદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન અને ઓપન જેલના અધિક્ષક બી.બી.ઝાલાના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવેલા આ અભિયાન હેઠળ કેદીભાઇઓ એ આજે નિરંકારી સંસ્થાના સેવકોના સહયોગથી બે હજાર રોપાઓનું રોપાણ પૂરું કર્યું હતું. સિનિયર જેલર વી.ડી.બારીયા અને જેલ સ્ટાફ આ કાર્યમાં જોડાયો હતો. સંસ્થા તરફથી વડોદરા ઝોનના ઝોનલ ઇન્ચાર્જ બલજીતકૌરજીએ સંકલન કર્યું હતું.

દંતેશ્વર ઓપન જેલમાં કેદીઓ લીલી વાડી તૈયાર કરવામાં આવશે
દંતેશ્વર ઓપન જેલમાં કેદીઓ લીલી વાડી તૈયાર કરવામાં આવશે

એક લીલું પ્રકરણ ઉમેરાયું
સેન્ટ્રલ જેલના કેદી કલ્યાણ અધિકારી મહેશ રાઠોડે જણાવ્યું કે, અહીં આંબો,ચીકુ, આમળા,દાડમ, સીતાફળ, લીંબુ, સરગવો સહિતના રોપા વાવવામાં આવ્યા છે. ફળાઉ વૃક્ષોના ઉછેરથી ભાત ભાતના પક્ષીઓ અને પતંગિયા આ વાડીની શોભા વધારશે. નિરંકારી સંસ્થા વૃક્ષોના ઉછેર અને જતનમાં પણ યોગદાન આપશે. વડોદરા સેન્ટ્રલ જેલ દાયકાઓથી કેદી કલ્યાણની પ્રયોગભૂમી રહી છે. તેમાં વૃક્ષ ઉછેર અભિયાનથી જાણે કે, એક લીલું પ્રકરણ ઉમેરાયું છે.

અન્ય સમાચારો પણ છે...