હુમલો:'પરિવાર સાથે ફોન પર વાતચીત કેમ કરવા દેતા નથી' તેમ કહીને વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીનો પોલીસ સ્ટાફ ઉપર હુમલો, રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

વડોદરા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા સેન્ટ્રલ જેલ(ફાઇલ તસવીર) - Divya Bhaskar
વડોદરા સેન્ટ્રલ જેલ(ફાઇલ તસવીર)
  • સરકારી કર્મચારી ઉપર હુમલાની કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી હાથ ધરી

વડોદરા શહેરની સેન્ટ્રલ જેલમાં રાઉન્ડ પર નીકળેલા અધિક્ષક પોલીસ અધિકારી અને જનરલ સુબેદાર સહિતના સ્ટાફ ઉપર હુમલાનો પ્રયાસ કરનાર કાચા કામના કેદી વિરુદ્ધ રાવપુરા પોલીસે ફરિયાદ નોંધાઇ છે. સરકારી કર્મચારી ઉપર હુમલાની કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, હુમલો કરવા પાછળ કેદીએ પરિવાર સાથે વાત નહીં કરવા દેતા હોવાનું ખોટું કારણ રજૂ કર્યું છે.

પોલીસ અધિકારી રાઉન્ડ પર નીકળ્યા હતા
વડોદરાની સેન્ટ્રલ જેલમાં હર્ષદભાઈ પરમાર જેલમાં જનરલ સૂબેદાર તરીકે ફરજ બજાવે છે. તમામ કેદીઓ ઉપર તથા જેલની પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખીને અધિક્ષક પોલીસ અધિકારીને રાઉન્ડ દરમિયાન લઈ જવાનું તેમનું કામ છે. આ દરમિયાન સોમવારે રાબેતા મુજબ યાર્ડ નં-12, 11, 10 ,9 ,8 અને 7 નો રાઉન્ડ હતો, જેથી તેઓ અધિકારી તથા બોર્ડવિંગના જવાન સાથે રાઉન્ડ પૂરો કરી તમામ કેદીઓની રજૂઆત સાંભળી હતી.

કેદીએ ઇટના ટુકડાનો ઘા કર્યો
દરમિયાન બેરેક નંબર 1, 2 અને 4 કોરોના વાઇરસના સંક્રમણની ના પગલે ક્વોરન્ટીન કરી હતી અને ક્વોરન્ટીન ના હોય તેવા કેદીઓ બહાર લાઈનમાં ઊભા હતા. જે પૈકી કાચા કામનો કેદી અભિજીત ઉર્ફે અભી આનંદભાઈ ઝાએ અચાનક ઇટના ટુકડાનો ઘા કરતા સુબેદાર બચી ગયા હતા, ત્યાર બાદ હુમલાખોર કેદીએ હાજર સ્ટાફ તથા બોર્ડર વિંગ જવાનો જવાને હુમલો કરવાના ઈરાદે ધસી આવતા તે કેદીને અટકાવ્યો હતો.

ખોટું કારણ દર્શાવી ફરજ દરમિયાન સરકારી કર્મચારી ઉપર હુમલો
કયા કારણોસર હુમલો કર્યો તે અંગે પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, તમે અમને ફોન કેમ કરવા દેતા નથી. અત્રે નોંધનીય છે કે, કેદીએ 7 એપ્રિલ તથા 9 એપ્રિલના રોજ તેના ભાઈ સાથે મોબાઇલ ફોનથી વાતચીત કરી હોવા છતાં ખોટું કારણ દર્શાવી ફરજ દરમિયાન સરકારી કર્મચારી ઉપર હુમલો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...