તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:નકલી રેમડેસિવિર ઇન્જેક્શન કોને વેચ્યાં તેની તપાસ શરૂ

વડોદરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક

શહેરમાં રેમડેસીવીર ઇંજેકશનના કાળા બજાર કરતા પકડાયેલા 5 જણાની પૂછપરછમાં આ ઇંજેકશન નકલી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. રાઘવપુરાના ડોન્કી ફાર્મ હાઉસમાં પકડાયેલા નકલી રેમડેસીવીર બનાવના કેસમાં વિવેક મહેશ્વરી અને અમદાવાદના નિતેશ જોશીની સાથે અમદાવાદનો દિશાંત માલવીયા પણ કૌભાંડનો સૂત્રધાર છે.

નિતેશ અને દિશાંત હાલ અમદાવાદ પોલીસના કબજામાં હોવાથી બંનેને તપાસ માટે વડોદરા લાવવાની તજવીજ કરાઈ રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ રાઘવપુરા ફાર્મ પહોંચવાની તૈયારીમાં હતી તે પહેલાં જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે રાઘવપુરા ફાર્મમાં દરોડો પાડી નકલી ઇંજેકશનો કબજે કર્યા હતા. હાલ વડોદરા પોલીસ નઈમબેન વોરા (આણંદ), વિવેક મહેશ્વરી (વડોદરા), ઋષી જેધ (ઈલોરાપાર્ક), વિકાસ પટેલ (કલાલી રોડ), પ્રતિક પંચાલ (ન્યુ વીઆઈપી રોડ), મનન શાહ (સમા-સાવલી રોડ) અને જતીન પટેલ (આણંદ)ના 4 દિવસના રિમાન્ડ મેળવી તપાસ કરી રહી છે. કોને કોને ઇન્જેક્શન વેચ્યાં છે તેની પોલીસની 4 ટીમો તપાસ કરી રહી છે.

નઇમબેનનો પુત્ર મુસ્તકીમ પકડાયો
આણંદની શાહી મેડીકલમાં નકલી ઇંજેકશનો વેચી દરેક ઇંજેકશન પર 200 રુપીયાનું કમિશન લેતી નઇમબેન વોરા વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં પકડાઇ છે ત્યારે આણંદ ટાઉન પોલીસે પણ બાતમીના આધારે છટકું ગોઠવી નઇમબેન વોરાના પુત્ર મુસ્તકીમને ઇંજેકશન વેચતા ઝડપી લીધો હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો