તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:શહેરમાં સ્લીપર સેલ સક્રિય છે કે કેમ તે અંગે તપાસ શરૂ

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લખનઉમાંથી આતંકી પડકાતાં શહેરમાં ગુપ્ત રાહે તપાસ
  • અગાઉ પણ શહેરના તાર જોડાયેલા હોવાનું ખૂલ્યું હતું

લખનઉમાંથી રવિવારે પકડાયેલા 2 શકમંદ આતંકીની ઘટના બાદ દેશભરની પોલીસ એલર્ટ થઇ છે. વડોદરામાં પોલીસે ગુપ્ત રાહે તપાસ શરૂ કરી દીધી હતી. ભૂતકાળમાં પણ આ પ્રકારની પ્રવૃત્તિ શહેરમાંથી બહાર આવી હતી, જેથી શહેરમાં સ્લીપર સેલ સક્રિય છે કે કેમ તેની તપાસ શરૂ કરાઇ હતી. લખનઉ એટીએસ દ્વારા લખનઉમાંથી અલકાયદા સાથે સંકળાયેલા અન્સાર ગજવાતુલ હિંદના 2 શકમંદ આતંકી મિનહાજ અહેમદ અને મસીરુદ્દીન ઉર્ફે મુશીરને ઝડપી લીધા હતા, જ્યારે 5 આતંકી ફરાર થઇ ગયા હતા.

પોલીસને મોટી માત્રામાં વિસ્ફટકોનો જથ્થો પણ મળ્યો હતો. આ આતંકીઓનો ઉત્તર પ્રદેશનાં વિવિધ શહેરોમાં ટાર્ગેટ કરવાનો ઇરાદો હોવાનું બહાર આવ્યું હતું. લખનઉમાંથી 2 આતંકી પકડાયા બાદ દેશભરમાં પોલીસને એલર્ટ કરી દેવાઇ હતી અને ગુપ્તચર એજન્સી પણ સક્રિય બની તપાસ શરૂ કરી હતી. વડોદરામાં પણ પોલીસે ગુપ્ત રાહે તપાસ શરૂ કરી દીધી હતી. ભૂતકાળમાં શહેરમાંથી આ પ્રકારની પ્રવૃત્તિ બહાર આવી હોવાથી પોલીસ આમ પણ સતત ચેકિંગ કરતી રહે છે પણ ખાસ ઇનપુટ મળે તો તેના આધારે પણ તપાસ શરૂ કરાય તેમ ઉચ્ચ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...