કોરોના સંક્રમણ:એસએસજીમાં 2 MLO સહિત 9 કર્મીઓ સંક્રમિત

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હાશકારો : રસી લીધી હોવાથી હળવાં લક્ષણો
  • ​​​​​​​જમનાબાઈના ફિઝિશિયન- સર્જન પોઝિટિવ

શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરીજનો સાથે એસએસજી અને જમનાબાઈ હોસ્પિટલમાં કોરોનાએ પગ પેસારો કર્યો છે. જેમાં 2 એમએલઓ સહિત 4 તબીબો અને 5 કર્મચારી સહિત 9 જણા પણ કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું છે. જ્યારે જમનાબાઈમાં 2 તબીબો પોઝિટિવ આવ્યા છે.

એસએસજીના સુપરિન્ટેન્ડેન્ટ ડો.રંજન ઐયરે જણાવ્યું કે, ઓર્થોપેડિક્સ વિભાગના 3 ડોક્ટર કોરોના પોઝિટિવ આવ્યા છે. તદુપરાંત અન્ય 2 વિભાગમાં પણ 3 કેસ પોઝિટિવ આવ્યા છે. તદુપરાંત એમએલલો ડો. મહેશ્વરીને પણ સંક્રમણ થતાં કુલ પોઝિટિવ આંક 7 થયો છે.બીજી તરફ જમનાબાઈ હોસ્પિટલમાં પણ કોરોનાના કેસ સામે આવ્યા છે. જમનાબાઈના ફિઝિશિયન અને સર્જનને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. જોકે રસી લીધો હોવાથી તમામને હળવાં લક્ષણો છે.

હાઈરિસ્ક કન્ટ્રીમાંથી 44 પ્રવાસી આવ્યા
વડોદરામાં શુક્રવારે વધુ 46 પ્રવાસીઓ વિદેશથી પરત ફર્યા હતા. જેમાંથી 44 પ્રવાસીઓ ઓમિક્રોન માટેના જોખમી દેશોમાંથી આવેલા છે. જેમાં બોત્સવાનાથી 3, આફ્રિકાથી 1, ન્યૂઝીલેન્ડમાંથી 3 તથા યુકે સહિતના યુરોપિયન દેશોમાંથી 36 પ્રવાસી આવ્યા છે. ગત 23 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી કુલ 3397 પ્રવાસીઓ પરત ફર્યા છે.

અન્ય સમાચારો પણ છે...