સંક્રમણ:MSUના વીસી સહિત વધુ 41 કોરોના સંક્રમિત

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12 દર્દીઓ ICUમાં, 21ને ડિસ્ચાર્જ કરાયા
  • વીસી ડો.વિજયકુમારને હોમ આઇસોલેટ કરાયા

શહેરમાં સોમવારે કોરોનાના નવા 41 કેસ નોંધાયા છે. મ.મ.યુનિ.ના વીસી પોઝિટિવ આવતાં તેઓ હોમ આઈસોલેટ થયા છે. કોરોનાની સારવાર લઈ રહેલા 21 દર્દીઓને રજા અપાઈ હતી.શહેરમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા વચ્ચે કેસ સતત વધી રહ્યા છે. સોમવારે પાલિકાએ 1567 શંકાસ્પદ નમૂના લીધા હતા, જે પૈકી 41 પોઝિટિવ આવ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી પશ્ચિમ વિસ્તારમાં કેસ વધી રહ્યા છે.

સોમવારે 41માંથી 23 કેસ પશ્ચિમ વિસ્તારમાં નોંધાયા છે. હાલમાં 347 એક્ટિવ કેસ છે. જે પૈકી 12 દર્દીઓ આઇસીયુ પર છે. જેમાંથી 1 દર્દી ઓક્સિજન પર છે. જ્યારે 180 દર્દીઓ કવોરંટાઇન કરવામાં આવ્યા છે. સોમવારે એમ.એસ.યુનિ.ના વાઇસ ચાન્સેલર ડો.વિજય કુમારને કોરોનાનાં લક્ષણો જણાતાં તેઓએ ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવતાં તેઓએ પોતાના ઘરે હોમ આઈસોલેટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...