સુવિધા:ઉદ્યોગો MSUની લેબોરેટરી, સાધનોનો ઉપયોગ કરી શકશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • સેન્ટ્રલ રિસર્ચ ફેસિલિટી ઊભી કરી આવક અને જાળવણીનો અભિગમ
  • સ્લોટ બુક કરીને ફી ભરીને કંપનીઓ સાધનોનો ઉપયોગ કરશે

એમ.એસ.યુનિવર્સિટીમાં સેન્ટ્રલ રીસર્ચ ફેસેલીટી ઉભી કરવામાં આવશે. વડોદરા નજીક આવેલી ઇન્ડ્રસ્ટ્રીઝ યુનિવર્સિટીની લેબોરેટરી તથા ટેકનીકલ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરી શકશે. વેબસાઇટ પરથી સ્લોટ બુક કરાવીને નિયત ફી ચૂકવીને કંપનીઓ આ સુવિધાનો ઉપયોગ કરી શકશે. જેને પગલે યુનિવર્સિટીને આવક પણ થશે અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ સચવાશે.

યુનિવર્સિટીની સાયન્સ અને ટેકનોલોજી ફેકલ્ટીઓમાં કરોડો રૂપિયાની કિમતના ટેક્નિકલ સાધનો છે. જે વિદ્યાર્થીઓના રીસર્ચ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સાયન્સ ફેકલ્ટીમાં વિવિધ લેબોરેટરીઓ પણ આવેલી છે. યુનિ.માં આવેલી લેબોરેટરી અને વિવિધ સાધનોમાંથી દરેકનો રોજે રોજ ઉપયોગ થતો હોતો નથી. જેને પગલે તે સાધનો પડયા પડયા બગડી જાય છે. જેના કારણે યુનિવર્સિટી દ્વારા સાધનોનો વપરાશ પણ થાય અને તેના થકી નવી આવક પણ ઉભી થાય તે માટે યુનિવર્સિટીમાં સેન્ટ્રલ રીસર્ચ ફેસેલીટી ઉભી કરવામાં આવનાર છે. જેનો ઉપયોગ વડોદરાની આજુ બાજુ આવેલી ઇન્ડ્રસ્ટ્રીઝ કરી શકશે.

આ અંગે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. વિજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, શહેરની આજુ બાજુ ઘણી બધી એમએસએમઇ ઉદ્યોગો આવેલા છે. જેમાં દરેક કંપની પાસે રીસર્ચ માટે પૂરતા સાધનો હોતા નથી. યુનિવર્સિટી પાસે સાધનો ઉપલબ્ધ છે જેથી તેનો ઉપયોગ ઉદ્યોગો કરી શકે અને સાધનો ઉપયોગમાં પણ લેવાય અને યુનિવર્સિટીને આવક પણ થાય તેવા આશય સાથે આ શરૂ કરવામાં આવનાર છે.

આ સમગ્ર પ્રોજેક્ટમાં કયા સાધનોનો ઉપયોગ કરવા આપવામાં આવશે તથા તેના માટે કેટલી ફી લેવામાં આવશે તે અંગેની વિગતો નિયત કરવામાં આવનાર છે. તેના આધારે કંપનીઓ દ્વારા તેનો ઉપયોગ કરી શકશે. ટૂક સમયમાં જ ઉદ્યોગો માટે આ પ્રકારની સુવિધા શરૂ કરી દેવામાં આવશે.

વેબસાઇટ પર વપરાશની જાણકારી અપાશે
યુનિવર્સિટી વેબસાઇટ પર તમામ સાધનોની માહિતી મૂકીને કયા સાધનના વપરાશને કેટલી ફી છે તેની જાણકારી આપશે. આ ઉપરાંત સાધનોનો ઉપયોગ કરવા માટે નિયત સ્લોટ પાડવામાં આવશે. જેનું બુકીંગ પણ વેબસાઇટ થકી જ કરવામાં આવશે. જેથી કંપનીઓને આસાની રહે.

અન્ય સમાચારો પણ છે...