• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Indraprastha Yuvak Mandal And CR Patel Foundation In Vadodara Donated 10 Thousand Clothes, On The First Day 3 Thousand Clothes Were Distributed To The Needy

અનોખુ અભિયાન:વડોદરામાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ અને CR પટેલ ફાઉન્ડેશનને 10 હજાર કપડાનું દાન મળ્યું, પહેલા દિવસે 3 હજાર જરૂરીયાતમંદોને કપડાનું વિતરણ કરાયું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
'જ્યોત સે જ્યોત જગાતે ચલો' અભિયાન હેઠળ વિનામૂલ્યે કપડાનું વિતરણ કરવામાં આવ્યું - Divya Bhaskar
'જ્યોત સે જ્યોત જગાતે ચલો' અભિયાન હેઠળ વિનામૂલ્યે કપડાનું વિતરણ કરવામાં આવ્યું
  • સંસ્થાના સભ્યોએ જરૂરિયાતમંદોને લાભ લેવા અપીલ કરી

વડોદરા શહેરના ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ અને આર.સી. પટેલ ફાઉન્ડેશન દ્વારા 'જ્યોત સે જ્યોત જગાતે ચલો' અભિયાન હેઠળ વિનામૂલ્યે કપડાનું વિતરણ કરવામાં આવ્યું છે. દિવાળી પર્વમાં ગરીબ પરિવારના લોકો સારા કપડાં પહેરીને દિપાવલી પર્વ મનાવે તે હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

શહેરીજનોએ 10 હજરથી વધુ કપડાનું દાન આપ્યું
વડોદરા શહેરમાં વિવિધ સામાજિક કર્યો માટે જાણીતા ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ અને આર. સી. પટેલ ફોઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદોને દિવાળી પર્વે કપડાં મળે તે ઉદ્દેશ સાથે 'જ્યોત સે જ્યોત જગાતે ચલો' અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત શહેરીજનોએ 10 હજારથી વધુ કપડાનું દાન આપ્યું હતું. જેને અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

વિનામૂલ્યે કપડાં વિતરણ કરવામાં આવી રહ્યું છે
આ ઉપરાંત શહેરના અકોટા અને નિઝામપુરા વિસ્તારમાં સમિયાણુ ઉભું કરીને વિનામૂલ્યે કપડાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. સવારે કપડા લેવા માટે મોટી સંખ્યામાં સ્લમ વિસ્તારના લોકો આવી પહોંચ્યા હતા. સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીને ગરીબ પરિવારો દ્વારા આવકારવામાં આવી હતી. આજે ગરીબોને કપડાં મળતા પરિવારોના ચહેરાઓ ઉપર અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

પહેલા દિવસે 3 હજાર જરૂરીયાતમંદોને કપડાનું વિતરણ કરાયું
ઉલ્લેખનીય છે કે, રવિવારે શહેરના અકોટા સ્તિથ આર. સી. પટેલ એસ્ટેટ ખાતે એક સમીયાણું ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે 3 હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો. આજે પણ અકોટા સ્તિથ આર. સી. પટેલ એસ્ટેટ તથા નિઝામપુરા સ્થિત અંબાલાલ મેરેજ હોલ ખાતે સવારના 9થી સાંજના 5 વાગ્યા સુધી વિતરણ કરવામાં આવશે.

જરૂરિયાતમંદોને લાભ લેવા અપીલ
સંસ્થાના કાર્યકર તરંગ શાહ, હર્ષદ પટેલ, આશય શાહ, મીલન શાહ, જીગર શાહ, સમીર શાહ, લાલ ચાંગલાણી, જીગર દેસાઈ, દેવાંશ શાહ, રૂપેશ ચોક્સી, યોગેશ બ્રહ્મભટ્ટ, સલીલ બ્રહ્મભટ્ટ, અર્પિત શાહ, પરીક્ષિત શાહ, નીરજ શર્મા, ચેતન શાહ, જવલંત ધોળકિયા, વિશાલ પંચાલ, અલ્પેશ પંડ્યાએ જરૂરિયાતમંદોને લાભ લેવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...