સાયબર ક્રાઇમની સફળતા:ઇન્દોરની કોર્ટમાં પોતાને મૃત સાબિત કરી વડોદરામાં છુપાઇને રહેતો નાર્કોટિક્સ કેસના આરોપીની ધરપકડ

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી અભિષેક આઝાદ જૈન - Divya Bhaskar
આરોપી અભિષેક આઝાદ જૈન
  • અભિષેક જૈનને કોર્ટે 12 વર્ષની કેદની સજા ફટકારી હતી, પેરોલ પર છુટી ખોટું સર્ટિફિકેટ બનાવ્યું

ઇન્દોરમાં નાર્કોટિક્સના ગુનામાં 12 વર્ષની જેલની સજા ભોગવી રહેલા આરોપીએ પેરોલ દરમિયાન પોતાનો ખોટો મરણ દાખલો બનાવી કોર્ટમાં પોતાને મૃત જાહેર કરી અને છુપી રીતે વડોદરામાં રહેતા ગુનેગારને વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લીધો છે.

કોર્ટે 12 વર્ષની કેદની સજા ફટકારી હતી
વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનામાં નોંધાયેલી છેતરપિંડીની એક ફરિયાદમાં શંકાસ્પદની તપાસ કરતા તેની પાસે મોબાઇલ મળી આવ્યો હતો. જેમાં અભિષેક આઝાદ જૈન નામના વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ હતું. આ સર્ટિફિકેટ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ સર્ટિફિકેટ નકલી છે. જેથી અભિષેક જૈન અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તે ઇન્દોરમાં એક ડ્રગ્સના કેસમાં દોષિત હતો અને તેને મધ્ય પ્રદેશની કોર્ટે 12 વર્ષની જેલની સજા ફટકારી હતી.

રોલ પર છુટી ખોટું સર્ટિફિકેટ બનાવ્યું હતું
દરમિયાન અભિષેક પેરોલ પર મુક્ત થયો હતો અને તેના થોડા સમય બાદ તેના મૃત્યુનું સર્ટિફિકેટ ઇન્દોરની કોર્ટમાં રજૂ કરી તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ શખ્સ પર ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા વોચ રાખવામાં આવી હતી. જેથી અભિષેક અલિરાજપુર અને વડોદરામાં છુપાઇને રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બાતમી મળી હતી કે અભિષેક જૈન વડોદરા આવ્યો છે અને તેને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લીધો હતો. તેમજ ઇન્દોર પોલીસને આ અંગે માહિતી આપી કાયદેસરની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...