તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યક્રમ:ઇન્દિરા બેટીજીના પ્રાગટ્યોત્સવનો પ્રારંભ, આજે સાવન ભાદો મનોરથ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જીજીનો દ્વિદિવસીય પ્રાગટ્યોત્સવનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરાયો હતો. - Divya Bhaskar
જીજીનો દ્વિદિવસીય પ્રાગટ્યોત્સવનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરાયો હતો.
  • અકોટાના સરસયાજીરાવ નગરગૃહ ખાતે કાર્યક્રમ યોજાયો
  • રાજમાતા દ્વારા જીજીની રચનાઓના આલ્બમ ‘શ્રાવણી ધારા’નું વિમોચન

માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલના વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહારાજના સાંનિધ્યમાં અકોટા સર સયાજીરાવ નગરગૃહ ખાતે ભક્તિ સંગીત સંધ્યાની સમઝટ સાથે નિત્યલીલાસ્થ પુજનીયા જીજીનો દ્વિદિવસીય પ્રાગટ્યોત્સવનો આજથી પ્રારંભ થયો હતો. આ પ્રસંગે રાજમાતા શુભાંગીનીદેવીજી ગાયકવાડ દ્વારા જીજીની રચનાઓનું નવીન આલ્બમ “શ્રાવણી ધારા” નું વિમોચન કર્યું હતું. 26 ઓગષ્ટના રોજ સાંજે 7 કલાકે વ્રજધામ અધ્યાત્મિક સંકુલમાં જીજીના પ્રાગટ્યોત્સવ ઉપલક્ષ્યમાં શ્રીઠાકોરજી સુખાર્થે “સાવન ભાદો” મનોરથ રાખવામાં આવ્યો છે. વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહારાજે જણાવ્યું હતું કે, માંજલપુર સ્થિત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું આધ્યાત્મિક સંકુલ “વ્રજધામ સંકુલ”ના સંસ્થાપક શ્રીવલ્લભકુલભૂષ્ણા નિત્યલીલાસ્થ ઈંદિરાબેટીજી મહોદયા (પૂજ્ય જીજી) ના પ્રાગટ્ય ઉત્સવ પ્રસંગે બુધવારના રોજ સર સયાજીરાવ નગરગૃહ કોટા ખાતે ભક્તિ સંગીત સંધ્યાની રમઝટ જામી હતી,જેમાં ગાયક સચિનભાઈ, આશીતાબેન, કાવ્યા લીમયે કૃષ્ણભક્તિના ગીતો અને જીજીની ભક્તિ રચનાઓની રમઝટ જમાવી હતી. બીજી તરફ કૃષ્ણ ભક્તિના સાહિત્ય રસમાં પ્રસિદ્ધ કવિ અંકિત ત્રિવેદીએ સૌને રસતરબોળ કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...