આયોજન:ભારતીય શાસ્ત્રીય નૃત્ય નવી એજ્યુકેશન પોલિસીમાં હશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પારુલ યુનિવર્સિટીની ઇન્સ્ટિટયૂટ ઓફ પરફોર્મિંગ આર્ટસ દ્વારા રંગ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. - Divya Bhaskar
પારુલ યુનિવર્સિટીની ઇન્સ્ટિટયૂટ ઓફ પરફોર્મિંગ આર્ટસ દ્વારા રંગ ઇવેન્ટનું આયોજન કરાયું હતું.
  • પારૂલ યુનિવર્સિટી દ્વારા આયોજિત રંગના કાર્યક્રમમાં પદ્મવિભૂષણ ડૉ.સોનલ માનસિંહ ઉપસ્થિત રહ્યાં

પારૂલ યુનિ.ની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પર્ફોમીંગ આર્ટસ દ્વારા રંગ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં પદ્મવિભૂષણ અને રાજય સભાના સાંસદ સોનલ માનસિંહ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, ભારતીય શાસ્ત્રીય નૃત્યનો સમાવેશ નવી એજ્યુકેશન પોલીસી હેઠળ કરાશે. રાજ્ય સભાના સભ્ય ડો.સોનલ માનસિંહ સાથે કથકના સંજુકતા સિન્હા ઉપસ્થિત રહ્યા હતા. ભૂતે ખાન ગ્રુપે લોક કલા પ્રદર્શીત કરી હતી. ડો.દેવાંશુ પટેલે જણાવ્યું હતું કે, વડોદરા કલા નગરી છે, કલાને પ્રોત્સાહન આપવા પારૂલ યુનિવર્સટીએ આ વર્ષથી પર્ફોમીંગ આર્ટસની શરૂઆત કરી છે.

ઇન્સ્ટિટયૂટ દ્વારા રંગ ઇવેન્ટનું આયોજન કરાયું છે. જેમાં કલાના નામાંકિત લોકોને આમંત્રણ અપાયું છે. કથકના કલાકાર સંજુકતા સિન્હાએ જણાવ્યું કે, કથકમાં મોર્ડનાઇઝેશન થઇ રહ્યું છે, બદલાવ લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. ડો.સોનલ માનસિંહે જણાવ્યું કે ભારતીય શાસ્ત્રીય નૃત્ય ન્યુ એજ્યુકેશન પોલીસીનો ભાગ હશે.

જેમ પશ્ચિમમાં લીબરલ એજ્યુકેશન છે તે પ્રમાણે તમે તમને ગમતી વસ્તુ અભ્યાસમાં પસંદ કરી શકશો. પંડિત રવિશંકર પછી મારી રાજયસભામાં પસંદગી કરાઈ છે. કોવિડના સમયમાં વિવિધ પેકેજ શ્રમજીવીઓને અપાયા તે સમયે અમે કલાકારો માટે માગ કરી હતી અને અમારા દ્વારા ઘણા કલાકરોને મદદ પણ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...