PM મોદીનું ઉદ્યોગપતિઓને સંબોધન:'હું એ દિવસ જોઈ રહ્યો છું, જ્યારે મોટાં પેસેન્જર પ્લેન ભારતમાં બનતાં હશે, જેના પર લખ્યું હશે મેક ઇન ઇન્ડિયા'

વડોદરાએક મહિનો પહેલા
  • PM મોદીએ વડોદરામાં ઈન્ડિયન એરફોર્સના C-295 ટ્રાન્સપોર્ટ વિમાનના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો

વડોદરાના લેપ્રસી મેદાનમાં વડાપ્રધાન મોદીએ ઉદ્યોગપતિઓને સંબોધન શરૂ કર્યું હતું. જેમાં મોદીએ કહ્યું હતું કે, 'હું એ દિવસ જોઈ રહ્યો છું, જ્યારે મોટા પેસેન્જર પ્લેન ભારતમાં બનતાં હશે, જેના પર લખ્યું હશે મેક ઇન ઇન્ડિયા'. આ પહેલાં મોદીએ એરપોર્ટથી લેપ્રસી ગ્રાઉન્ડ સુધીના રોડ પર રોડ શો કર્યો હતો. વડોદરા ખાતે એરપોર્ટ પર આવી પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારમાં સવાર થઈ અને લેપ્રસી ગ્રાઉન્ડ સુધી ધીમી ગાડી રાખી અને રોડ શોમાં હાજર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.​​ ​​​​​વડોદરાના લેપ્રસી મેદાન ખાતે PM મોદીએ ઈન્ડિયન એરફોર્સના C-295 ટ્રાન્સપોર્ટ વિમાન માટેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો.

PM મોદીનું ઉદ્યોગપતિઓને સંબોધન

  • દિવાળીના આ પર્વે દેશને નવી ભેટ મળી છે, હું નવા વર્ષે પહેલીવાર ગુજરાત આવ્યો છું.
  • આજે ભારતને દુનિયાના મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા તરફ જઈ રહ્યો છું.
  • ભારત આજે પોતાનું ફાઇટર પ્લેન બનાવી રહ્યું છે. ટેન્ક અને સબમરીન બનાવી રહ્યું છે.
  • ભારતમાં બનેલી દવા અને વેક્સિન લાખો લોકોનું જીવન બચાવી રહી છે.
  • ભારતમાં બનેલા ગેજેટ્સ, કાર, મોબાઇલ વિશ્વના અનેક દેશોમાં છવાયાં છે.
  • હું એ દિવસ જોઇ રહ્યું છે જ્યારે દુનિયાને મોટાં પેસન્જર પ્લેન પણ ભારતમાં બનશે અને તેના પર લખ્યું હશે મેક ઇન ઇન્ડિયા
  • એર ટ્રાફિકના મામલે ભારત ટોપ ત્રણ દેશોમાં હશે.
  • આજના આયોજનમાં વિશ્વ માટે પણ એક સંદેશ છે. આજે ભારત દુનિયાના દેશો માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી લઇને આવ્યું છે.
  • આજે ભારતમાં ઇકોનોમિક રિફોર્મ્સની નવી ગાથા લખવામાં આવી રહી છે.
  • પહેલાની સરકારો દ્વારા સમસ્યાઓને ટાળી દેવામાં આવતી હતી.
  • હવે આજનું ભારતનું નવા માઇન્ડ સેટ, નવા વર્ક કલ્ચર સાથે કામ કરી રહ્યું છે.
  • વિકાસ અને રોકાણકારો માટે ઘણા નવા પ્રકારના ઇન્સેન્ટિવ લઇને આવ્યા છીએ.
  • પહેલાંની સરકારોમાં એવું માઇન્ડસેટ હતું કે, ભારત મેન્યુફેક્ચરિંગમાં સારું કામ નહીં કરી શકતું માટે ભારતે માત્ર સર્વિસ સેક્ટર પર ધ્યાન આપવું જોઇએ.
  • દેશમાં એરો સ્પેસ સેક્ટરમાં 3 બિલિયન ડોલરનું રોકાણ થયું છે. છેલ્લાં 8 વર્ષમાં દેશમાં એરો સ્પેશ સેક્ટરમાં અગાઉનાં 10 વર્ષ કરતાં 5 ગણું રોકાણ વધ્યું છે.
મોદીએ ઉદ્યોગપતિઓને સંબોધન કર્યું હતું.
મોદીએ ઉદ્યોગપતિઓને સંબોધન કર્યું હતું.

એરપોર્ટથી લેપ્રસી મેદાન સુધી રોડ શો
શિલાન્યાસના કાર્યક્રમ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એરપોર્ટ ખાતેથી લેપ્રસી મેદાન સુધી રોડ શો યોજાયો હતો. કાર્યક્રમ માટે આવનારા વીઆઈપી અને વીવીઆઈપી આમંત્રિતો માટે વાહનોના પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. લેપ્રેસી ગ્રાઉન્ડ નજીક 10થી વધુ પ્લોટ પર પાર્કિંગ કરવામાં આવશે. તદુપરાંત આખા રૂટ પર ઠેર-ઠેર ડિફેન્સ એક્ઝિબિશનનાં અને નરેન્દ્ર મોદીનાં પોસ્ટર લગાવાયાં છે. ભારતીય જનતા પાર્ટીએ પણ ચૂંટણી પહેલાં વધુમાં વધુ લોકો રોડ શોમાં જોડાય તે માટેનું આયોજન કર્યું છે.

મોદી લેપ્રસી મેદાનમાં પહોંચ્યા હતા.
મોદી લેપ્રસી મેદાનમાં પહોંચ્યા હતા.

રોડ શોના રૂટ પર નેતાઓના હોર્ડિંગ નહીં લગાવવા સૂચના
વડાપ્રધાન આજે બપોરે એરપોર્ટ સર્કલથી લેપ્રસી મેદાન સુધી 4.2 km લાંબો રોડ શો યોજ્યો હતો. આ રોડ પર માત્ર વડાપ્રધાન અને ડિફેન્સ એક્ઝિબિશનનાં હોર્ડિંગ્સ લગાવાયાં છે. સૂત્રો મુજબ આ રૂટ પર એક પણ નેતા કે હોદ્દેદારના નરેન્દ્ર મોદીને આવકારતા કે અન્ય પોસ્ટર નહીં લગાડવા કડક સૂચના અપાઈ છે.

વડોદરા એરપોર્ટ પર 55 ફ્લાટ્સની અવર-જવર થઇ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડોદરા મુલાકાત અને ઉદ્યોગપતિઓ સાથે યોજાયેલ બેઠકને પગલે વડોદરા એરપોર્ટ પર પણ ફ્લોટ્સનો ટ્રાફિક જોવા મળ્યો હતો. આજે વડોદરા એરપોર્ટ પર કુલ 55 ફ્લાટ્સની અવર-જવર થઇ હતી. જેમાં 33 જેટલી ફ્લાટ્સ શિડ્યુલ પ્રમાણે લેન્ડિંગ અને ટેકઓફ થઇ હતી. જ્યારે 22 જેટલી નોન શિડ્યુલ ફ્લાઇટ્સની અવરજવર રહી હતી. જેમાં ઉદ્યોપતિઓના ચાર્ટર પ્લેન સહિતની વિવિધ ફ્લાટ્સનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન મોદી વડોદરા પહોંચ્યા હતા.
વડાપ્રધાન મોદી વડોદરા પહોંચ્યા હતા.

વડોદરા એરપોર્ટથી લેપ્રસી મેદાન સુધી ચુસ્ત બંદોબસ્ત
વડાપ્રધાનની વડોદરા મુલાકાત માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. વડોદરા એરપોર્ટથી લેપ્રસી મેદાન સુધી બંને તરફ બેરિકેટિંગ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઇ ગયો છે. રોડ પરના સ્પીડ બ્રેકર હટાવી લેવામાં આવ્યા છે. તેમજ લેપ્રસી મેદાન અને તેની આજુબાજુમાં 5570 વાહન પાર્ક થઇ શકે તે માટેની વ્યવસ્થા કરાઇ છે.

મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ કાર્યક્રમમાં જોડાયા હતા.
મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ કાર્યક્રમમાં જોડાયા હતા.
રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટ્યા હતા.
રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટ્યા હતા.

કેવી છે પાર્કિંગ વ્યવસ્થા
લેપ્રસી મેદાનમાં ગોલ્ડ પાર્કિંગમાં 100 તેમજ તેની બાજુમાં સિલ્વર પાર્કિંગમાં 400 કાર પાર્ક થશે. તેની નજીકમાં જ હેલિપેડ બનાવવામાં આવ્યું છે. જ્યારે મેદાનની સામે અને આજુબાજુમાં કુલ 10 પાર્કિંગ પ્લોટ તૈયાર કરાયા છે. જેમાં 150થી લઇને 2500 કાર પાર્ક કરી શકાય છે. કુલ મળીને આ કાર્યક્રમ માટે 5570 કાર પાર્ક થઇ શકે તેવી વ્યવસ્થા કરાઇ છે.

વડાપ્રધાન મોદીનું વડોદરા એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન મોદીનું વડોદરા એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું.

PMO અને CMOના અધિકારીઓ માટે સ્ટેજ પાસે વ્યવસ્થા
વડાપ્રધાન કાર્યાલય અને મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ માટે સ્ટેજની બાજુમાં જ વ્યવસ્થા કરાઇ છે. સાથે જ વીવીઆઇપી અને મિનિસ્ટર્સ માટે પણ ત્યાં વ્યવસ્થા કરાઇ છે. સ્ટેજની બાજુમાં એક્ઝિબિશન એરિયા પણ બનાવાયો છે.

અન્ય સમાચારો પણ છે...