કેન્દ્રિય મંત્રી વડોદરાની મુલાકાતે:ભારત ગ્રીન હાઇડ્રોજન એક્સપોર્ટ કરતો દેશ બનશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સયાજીગૃહમાં આયોજિત કાર્યક્રમમાં 271 ગંગા સ્વરૂપ બહેનોને સહાય, દિવ્યાંગોને કૃત્રિમ અવયવ અપાયાં
  • હાલ ભારત 12 લાખ કરોડના​​​​​​​ પેટ્રોલ, ડીઝલ સહિતની ઊર્જા ઈમ્પોર્ટ કરે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અકોટા સર સયાજીરાવ નગરગૃહ ખાતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં 271 ગંગા સ્વરૂપ બહેનોને સરકારી પેન્શન સહાય અને દિવ્યાંગોને કૃત્રિમ અવયવો અપાયાં હતાં.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, હાલ ભારત 12 લાખ કરોડનું પેટ્રોલ, ડીઝલ સહિતની ઊર્જા ઈમ્પોર્ટ કરે છે. જોકે દેશમાં ગ્રીન હાઈડ્રોજન પર કામ કરવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં ભારત ગ્રીન હાઈડ્રોજન એક્સપોર્ટ કરતો દેશ બનશે. કેન્દ્રીય મંત્રીએ વિશ્વમાં 21મી સદીમાં ભારત વિશ્વગુરુ બને તે પ્રધાનમંત્રીનો સંકલ્પ હોવાની વાત જણાવી હતી.

આ ઉપરાંત પ્રધાનમંત્રી ભારતીય સંસ્કૃતિ, મૂલ્યો અને નીતિમત્તાને જાળવીને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી દેશને વિકાસના પંથે લઇ જઇ રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે પંડિત દીનદયાળ, શ્યામા પ્રસાદ મુખર્જી અને અટલ બિહારી બાજપાઈ જેવા પૂર્વ સુરીઓએ બતાવેલાં મૂલ્ય આધારિત રાષ્ટ્ર નિર્માણના માર્ગને અનુસરવાની હિમાયત કરી હતી. તેમણે જ્ઞાનને સમૃદ્ધિમાં રૂપાંતરિત કરીને દેશના ઉજ્જવળ ભવિષ્યના ઘડતર પર ભાર મૂક્યો હતો. શહેર ભાજપને સેવા સમર્પણના કાર્યક્રમોના આયોજનો દ્વારા પ્રધાનમંત્રીનો જન્મદિન ઉજવવા બદલ અભિનંદન આપ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...