વડોદરા જિલ્લાની 5 બેઠકોમાંથી 4 પર ભાજપે જીત મેળવી છે. વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધમેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપ-કોંગ્રેસ-બળવાખોરને ઘર ભેગા કર્યા હતા. પાદરા બેઠક કોંગ્રેસે ગુમાવી હતી. આ બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામાની બળાવાખોરી ભાજપ માટે ફાયદાકારક સાબિત થઇ હતી.
વર્ષ 2017 ની વિધાનસભામાં ભાજપે 5 માંથી બે બેઠકો ગુમાવી હતી. જેમાં કરજણમાં કોંગ્રેસમાંથી અક્ષય પટેલ અને પાદરામાંથી કોંગ્રેસના જશપાલસિંહ પઢીયાર વિજેતા થયા હતા. જોકે બાદમાં કરજણના ધારાસભ્ય ભાજપમાં જોડાયા હતા. જિલ્લાની 5 બેઠકોમાંથી બે બેઠકો પર ખરાખરીનો જંગ હતો. જેમાં વાઘોડિયા બેઠક પર ચતુષ્કોણીય જંગ જામ્યો હતો.
ભાજપે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટીકીટ કાપીને જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલને ટીકીટ આપી હતી. જેના પગલે મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઝંપલાવ્યું હતું. કોંગ્રેસમાંથી સત્યજીત ગાયકવાડ ચૂંટણી લડી રહ્યા હતા. જયારે ધમેન્દ્રસિંહ વાઘેલાએ અપક્ષ લડયા હતા. જેના પગલે મતો વહેંચાયા હતા જેનો ફાયદો અપક્ષ ઉમેદવારને થયો હતો અને ધમેન્દ્ર સિંહ વાઘેલા 77905 મતે વિજય થયા હતા. તેમના હરીફ તરીકે ભાજપના અશ્વિન પટેલને 63899 મતો મળ્યા હતા.
પાદરા બેઠક પર પણ રસાકસી ભર્યો જંગ જામ્યો હતો. જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલને ભાજપે ટીકીટ ના આપતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. દિનુ મામાએ અપક્ષ ઉમેદવારી કરતા ફાયદો ભાજપને થયો હતો. જેના પગલે કોંગ્રેસે બેઠક ગુમાવાનો વારો આવ્યો હતો. ભાજપના ચૈતન્યસિંહ ઝાલા 6178 મતની પાતળી સરસાઇજી વિજેતા બન્યા હતા. જશપાલ પઢીયારને 60048 મત મળ્યા હતા. ચૈતન્યસિંહ ઝાલાને 66226 મત મેળવ્યા હતા. દિનેશ પટેલને 51109 મત મળ્યા હતા.
જિલ્લામાં કેતન ઇનામદારે સૌથી વધુ 36926ની સરસાઇ મેળવી
-સાવલી
કેતન ઈનામદાર 102004
કુલદિપસીંહ રાઉલજી 65078
સરસાઈ 36926
- ડભોઈ
શૈલેષ મહેતા 88792
બાલકૃષ્ણ ઢોલાર 67824
સરસાઈ 20968
- વાઘોડિયા
ધર્મેન્દ્રસીંહ વાઘેલા 77905
અશ્વિન પટેલ 63899
સરસાઈ 14006
- કરજણ બેઠક
અક્ષય પટેલ 83748
પ્રિતેશ પટેલ 57442
સરસાઈ 26306
- પાદરા
ચૈતન્યસીંહ ઝાલા 66226
જશપાલ પઢીયાર 60048
સરસાઈ 6178
ડભોઇ બેઠક પરથી ભાજપના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા પણ જીતી ન શક્યા
ડભોઇ બેઠક ભાજપે શૈલેષ મહેતાને રીપીટ કર્યા હતા. તેમની સામે ભાજપમાંથી ચૂંટણી જીતેલા પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલને કોંગ્રેસે ટીકીટ આપી હતી. જોકે તેઓ વિજેતા બની શકયા ના હતા. શૈલેષ મહેતાએ 88792 મત જયારે કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલે 67824 મત મેળવ્યા હતા. શૈલેષ મહેતા 20,968 મતોની સરસાઇથી જીત મેળવી હતી.
સાવલીની બેઠક પર કેતનને સફળતા મળી
સાવલીમાં કેતન ઇનામદારને ભાજપે રીપીટ કરતા ભાજપથી નારાજ થઇને કોંગ્રેસમાં ગયેલા કુલદીપસિંહ રાઉલજી ચૂંટણી જંગમાં હતા. જોકે સાવલીના મતદારોએ ફરી કેતન ઇનામદારની પસંદગી કરી હતી અને 102004 મત સાથે તેઓ ચૂંટણી જીત્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર કુલદીપસિંહને 65078 મતો મળ્યા હતા.
ભાજપમાં આવેલા અક્ષયે બેઠક જાળવીભાજપમાં આવેલા અક્ષયે બેઠક જાળવી
2017માં કોંગ્રેસમાંથી અક્ષય પટેલ જીત્યા બાદ તે ભાજપમાં જોડાયા હતા અને પેટાચૂંટણીમાં વિજેતા બન્યા હતા. ભાજપે તેને રિપીટ કર્યા હતા.અક્ષય પટેલે 83,748 મતો મેળવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર પ્રીતેશ પટેલે 57266 મતો મેળવ્યા હતા. 26,306 મતની સરસાઇથી ભાજપના અક્ષય પટેલે કરજણ બેઠક જીતી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.