તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરામાં ટીમ રિવોલ્યુશન સંસ્થાના સભ્ય સ્વેજલ વ્યાસે આજે વોર્ડ નં-8માંથી અપક્ષ ઉમેદવારી નોધાવી હતી. તેઓ એક-એક રૂપિયાના 3 હજાર સિક્કા લઇને નર્મદા ભવન ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા, 3 હજાર સિક્કા જોઇને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
3 હજાર પરિવારોએ ડિપોઝિટ ભરવા માટે એક-એક રૂપિયો આપ્યો
વડોદરા શહેરમાં ચાલતી ટીમ રિવોલ્યુશન સંસ્થાના સભ્ય સ્વેજલ વ્યાસને વોર્ડ નં-8ના 3 હજાર પરિવારોએ એક-એક રૂપિયો આપ્યો હતો અને આમ 3 હજાર સિક્કા ભેગા કરીને સ્વેજલ વ્યાસ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે વડોદરાના નર્મદા ભવન ખાતે પહોંચ્યા હતા અને પોતાની ડિપોઝિટ પેટે 3 હજાર સિક્કા જમા કરાવ્યા હતા. સ્વેજલ વ્યાસે ત્રણ હજાર રૂપિયા રોકડા ટેબલ પર મૂકતા જ ત્યાં હાજર અધિકારીઓ સહિત લોકો અચંબામાં મૂકાઇ ગયા હતા.
ટીમ રિવોલ્યુશન વડોદરામાં 12 વર્ષથી કામ કરે છે
ટીમ રિવોલ્યુશન સંસ્થાના સભ્ય સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં છેલ્લા 12 વર્ષથી અમારી ટીમ રિવોલ્યુશન કામ કરી રહી છે. શહેરમાં રોડ, રસ્તા, ગટર અને માં કાર્ડ સહિતની યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે કાર્યરત છે. સંઘર્ષ, આંદોલન અને ધરણા કર્યાં છે. જે નેતાઓ અને પાર્ટીઓનું કામ હોય તે કામ એ લોકો ચુક્યા છે. કોઇ પણ પક્ષનો ટેકો લીધા વિના અમે આજે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
વડીલોના આશિર્વાદરૂપી એક-એક રૂપિયાથી ડિપોઝિટ જમા ભરી તેનું ગર્વ છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમારી સાથે મોટી મોટી ગાડીઓમાં કરોડપતિ ઉમેદવારો ફોર્મ ભરતા હતા, પરંતુ અમને ગર્વ એ વાતનો છે કે, અમે વિસ્તારના 3 હજાર પરિવારોના વડીલોના આશિર્વાદરૂપી એક-એક રૂપિયો લઇને અમે ડિપોઝિટ જમા કરાવી છે. અમે આવનાર સમયમાં વડોદરાના હિત માટે કામ કરીશું. મોટા મોટા પૈસાદાર લોકોને પાર્ટીને ટિકિટ આપે છે. પરંતુ તે જીત્યા પછી તે લોકો વચ્ચે જતા નથી, જેથી આજે અમે લોકો માટે અપક્ષ ઉમેદવારી કરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.