કોરોના વાઈરસ:ડેન્ટિસ્ટ અને ઇએનટી ડોક્ટરને ઇન્ફેક્શનનો વધુ ખતરો

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પેશન્ટનું ફિઝિકલ ચેકઅપ કરવું હોય તો પણ તબીબે પીપીઇ કિટ પહેરવી પડશે

કોરોનાને કારણે ડેન્ટલ સર્જન, ઈ.એન.ટી સ્પેશિયાલિસ્ટ, અને ઓપથેલ્મોલોજીસ્ટ ડોક્ટર્સ સામે નવી મુશ્કેલી ઉભી કરી છે. તેઓએ પેશન્ટનું ફિઝીકલ ચેકઅપ કરવું હોય તો પણ પીપીઇ કીટ પહેરવી પડશે. તેની સાથે ક્લિનિક નિયમિત ફ્યુમીંગેશન કરી સ્ટરલાઇઝ કરવું પડશે.   સિંગલ યુઝ સાધનો અને મટીરીયલ વાપરવા પડશે. 

આઈસીએમઆરના નિર્દેશ અનુસાર, દાંત, નાક, કાન, ગળા, આંખના પેશન્ટની ઓ.પી.ડી. શહેરમાં જુજ જગ્યાઓ પર ચાલી રહી છે. કોરોના સંક્રમણ ફેલાવવાનો સાૈથી વધારે ખતરો મોઢુ અને નાક મારફતે નિકળતા ડ્રોપ્લેટ્સ છે. દાંત, નાક, ગળું, અને આંખો સંબંધિત રોગના દર્દીના ઇલાજ દરમિયાન ડોક્ટર્સ સાૈથી નજીક હોય છે. જેથી ક્રોસ ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે. 

એપોઇન્ટમેન્ટનો બે દર્દી વચ્ચેનો સમય વધાર્યો 

 કોરોનાને કારણે પેશન્ટની સંખ્યા નોંધનીય રીતે ઘટી છે. હવે પેશન્ટ ની ટ્રીટમેન્ટ ડોક્ટર પી.પી.ઈ. કીટ તથા  જરૂરી સેફટીના સાધનો સાથે કરી રહ્યા છે. તેને કારણે પેશન્ટ ને સમજાવવા માટે મુશ્કેલીઓ પડી રહી છે. ઘણીવાર એક જ વાત ફરી થી સમજાવવી પડે છે. તેની સાથે બે પેશન્ટ વચ્ચે અગાઉ 15 મિનિટના અંતરે એપોઇન્ટમેન્ટ  અપાતી હતી. હવે 30 મિનિટનું અંતર રખાય છે. ઇમર્જન્સી ન હોય એવી સર્જરી ને ટાળી રહ્યા છીએ. > ડો. જયપ્રકાશ પુરોહિત, રેટિના સર્જન

દર્દીના સગાને દવાખાનામાં એન્ટ્રી પર પ્રતિબંધ મૂકાયો

 દર વર્ષે વેકેશનના સમયે બાળકોના ટોન્સીલ્સની સર્જરી થતી હતી, આ વખતે એક પણ સર્જરી કરી નથી. પેશન્ટ ના સગાને દવાખાનામાં એન્ટ્રી પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. પેશન્ટ તેના રિપોર્ટના ફોટા લઈને આવે તેવો આગ્રહ રખાય છે. સામાન્ય શરદી કે ગાળામાં દુખાવો થતા પેશન્ટમાં કોરોનાનો ડર પેસી જાય છે. અત્યારે આવતા પેશનમાં 80 ટકા લોકો મને કોરોના ના લક્ષણો જણાય છે તેવી ફરિયાદ લઇ ને આવતા હોય છે.  > ડો. જીતેન્દ્ર શ્રોફ, ઈએનટી સર્જન

અત્યારે રૂટ કેનાલ અને ડહાપણની દાઢની સર્જરી

કોરોનાને કારણે જે કેસમાં દવા લીધા બાદ પણ સ્થિતિમાં સુધારો ન જણાય તેવા કેસ જ ક્લિનિક પર ચેકઅપ માટે આવી રહ્યા છે. બે પેશન્ટ વચ્ચે 15 મિનિટ નો ટાઈમ સાધનો સેનિટાઇઝ કરવા માટે લેવો પડે છે. અત્યારે રૂટ કેનાલ અને ડહાપણ ની દાઢની સર્જરી જ કરાય છે. પેશન્ટ પણ તપાસ માટે આવવાની જગ્યાએ દવા લઇ ને કામ ચાલવી રહ્યા છે.  સ્થિતિ સામાન્ય થવા માટે હજી 4 મહિના જેટલો સમય લાગશે. ત્યાં સુધી સીમિત  સેવાઓ ચાલુ રહેશે. > ડો. ધવલ ત્રિવેદી, ડેન્ટિસ્ટ

અન્ય સમાચારો પણ છે...