તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિન્ડિકેટની બેઠક:યુનિ.ના 600 હંગામી શિક્ષકોના પગારમાં પાંચ વર્ષ બાદ વધારો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 હજારથી 5 હજારના વધારાને મંજૂરી
  • ઓનલાઇન પરીક્ષામાં ચોરી કરનાર 25ને સજા, 55ને ચેતવણી

એમ.એસ.યુનિ.ની સિન્ડિકેટની બેઠકમાં 5 વર્ષે 600 હંગામી શિક્ષકોના પગાર વધારો કરાયો છે. 600 હંગામી શિક્ષકોને ફાયદો થશે. અનફેરમેન્સ કમીટીના રિપોર્ટને પણ મંજૂરી આપવામાં આવી હતી. જેમાં 80 વિદ્યાર્થીઓમાંથી 25 વિદ્યાર્થીઓને સજા કરાઇ હતી જયારે 55 વોર્નીંગ આપી છોડી દીધા હતા.

યુનિર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં ટેમ્પરરી ટીચીંગ આસિસ્ટન્ટનો પગાર 20 હજાર થી વધારો કરીને 22 હજાર કરવામાં આવ્યો હતો. જયારે ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસર જેમનો 25 હજાર રૂપિયા પગાર હતો તેમાં પીએચડી થયેલા ઉમેદવારોના 30 હજાર રૂપિયા અને નેટ સ્લેટ કલીયર થયેલા ઉમેદવારોને 28 હજાર પગાર આપવાનું નક્કી કરાયું હતું. 2016 માં હંગામી શિક્ષકોનો પગાર વધારો કરાયો હતો. પાંચ વર્ષે ફરી વધારો કરવામાં આવ્યો છે.

સિન્ડિકેટમાં આ દરખાસ્તો પણ મંજૂરી કરાઇ

  • વિવિધ ફેકલ્ટીઓના 181 હંગામી શિક્ષકોની ભરતીના પ્રસ્તાવ મંજૂર
  • ફેકલ્ટી ઓફ લોમાં સયાજીરાવ સેન્ટર ઓફ ઓલ્ટરનેટ ડિસ્પયુટ રીઝોલ્યુશનને શરૂ કરવા લીલીઝંડી.
  • વુમન્સ સ્ટડી રીસર્ચ સેન્ટર દ્વારા જેન્ડર ઓડીટ કરવાની દરખાસ્ત પાસ
અન્ય સમાચારો પણ છે...