તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિવર્સિટીમાં ભયનો માહોલ:વડોદરાની MSUમાં કોરોનાના કેસોમાં સતત વધારો, 60થી 65 જેટલા કર્મચારીઓ સંક્રમિત થયા

વડોદરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પણ કોરોનાના વધી રહેલા કેસોને પગલે ભયનો માહોલ ફેલાયો - Divya Bhaskar
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પણ કોરોનાના વધી રહેલા કેસોને પગલે ભયનો માહોલ ફેલાયો
 • ટીચિંગ અને નોન ટીચિંગ કર્મચારીઓમાં કોરોના સંક્રમણ વધતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો

વડોદરા શહેરમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે, ત્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પણ કોરોનાના વધી રહેલા કેસોને પગલે ભયનો માહોલ ફેલાયો છે. યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક દિવસોમાં 60થી 65 જેટલા કર્મચારીઓ પોઝિટિવ આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. આવનારા દિવસોમાં તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો યુનિવર્સિટી કોરોના વિસ્ફોટ માટેનું હબ બનશે તેવી દહેશત સેવાઇ રહી છે. એમ.એસ.યુનિવર્સિટીમાં કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

કર્મચારીઓમાં કોરોનાના વધી રહેલા કેસોને પગલે ભયનો માહોલ
બીજી બાજુ યુનિવર્સિટીમાં ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી રહી છે, ત્યારે ટીચિંગ અને નોન ટિચીંગ કર્મચારીઓમાં કોરોનાના વધી રહેલા કેસોને પગલે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, યુનિવર્સિટી દ્વારા સાવચેતીના પગલારૂપે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા દેશ-વિદેશના વિદ્યાર્થીઓ માટે આઈસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યા છે, ત્યારે ટીચિંગ અને નોન ટીચિંગ કર્મચારીઓમાં કોરોના સંક્રમણ વધતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

યુનિવર્સિટીમાં આજે 45 વર્ષથી વધુ વયના કર્મચારીઓ માટે વેક્સિન કેમ્પનું પણ આયોજન કરાયું
યુનિવર્સિટીમાં આજે 45 વર્ષથી વધુ વયના કર્મચારીઓ માટે વેક્સિન કેમ્પનું પણ આયોજન કરાયું

કર્મચારીઓ માટે વેક્સિન કેમ્પનું પણ આયોજન કરાયું
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. કે.એમ ચુડાસમાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે તમામ તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે. જે કર્મચારીઓ કોરોનાગ્રસ્ત છે અને હોમ ક્વોરન્ટીન થયેલા છે, તેઓને પણ ખબર અંતર પૂછવામાં આવી રહ્યા છે. તે સાથે યુનિવર્સિટીમાં આજે 45 વર્ષથી વધુ વયના કર્મચારીઓ માટે વેક્સિન કેમ્પનું પણ આયોજન કરાયું છે.

ટીચિંગ અને નોન ટીચિંગ કર્મચારીઓમાં કોરોના સંક્રમણ વધતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો
ટીચિંગ અને નોન ટીચિંગ કર્મચારીઓમાં કોરોના સંક્રમણ વધતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો

કર્મચારીઓ દ્વારા વર્ક ફ્રોમ હોમની માગણી
નોંધનીય બાબત એ છે કે, કોરોનાના વધતા જતા કહેર વચ્ચે યુનિવર્સિટીમાં 60થી 65 જેટલા કર્મચારીઓ પોઝિટિવ હોવાથી આવનારા દિવસોમાં યુનિવર્સિટી કોરોના વિસ્ફોટ માટે હબ બની રહે તો નવાઈ નહીં. હાલમાં યુનિવર્સિટીમાં ચાલી રહેલી ઓનલાઇન પરીક્ષાને પગલે ફરજ પર આવી રહેલા કર્મચારીઓ સતત ભયના ઓથાર નીચે ફરજ બજાવી રહ્યા છે. આ કર્મચારીઓ દ્વારા વર્ક ફ્રોમ હોમની પણ માગણી કરવામાં આવી છે. યુનિવર્સિટીના સત્તાવાળાઓ દ્વારા વહેલી તકે નિર્ણય લેવામાં નહીં આવે તો યુનિવર્સિટી કોરોના વિસ્ફોટ માટે હબ બની જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો