સારા દેખાવની આશા:બરોડાની ટીમમાં વરૂણ એરોન અને અંબાતી રાયડુનો સમાવેશ

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે અનુભવી ખેલાડીઓને સમાવાતાં સારા દેખાવની આશા
  • અંબાતી રાયડુ અગાઉ પણ બીસીએ વતી રમી ચૂક્યો છે

બરોડા સિનીયર રણજી ટીમમાં પેસ બોલર વરૂણ એરેાન અને અંબાતી રાયડુનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેના કારણે વડોદરાની ટીમનો દેખાવ આ વરસે સુધરે તેવી સંભાવના છે. બીસીએના સૂત્રોએ જણાવ્યું હતું કે ‘ છેલ્લા બે-ત્રણ વર્ષથી બરોડા રણજી ટીમનો દેખાવ અપેક્ષા મુજબનો રહ્યો નથી જેથી બંને અનુભવી અને પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને ટીમમાં સમાવાયા છે.

ઉલેખનીય છે કે અંબાતી રાયડુ અગાઉ પણ વડોદરા વતી રમી ચુકયો છે. એરોન અગાઉ ઝારખંડ ટીમમાંથી રમતો હતો.નિવૃત્તિની આરે ઉબેલા અંબાતી રાયડુને બીસીએની ટીમમાં અગાુ એન્ટ્રી મળી હતી ત્યારે રાયડુનો ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. રાયટુ અગાઉ હૈદરાબાદ અને આન્ધ્રપ્રદેશની ટીમ વતી પણ રમી ચૂક્યો છે. આમ, સિનિયર ખેલાડીને ટીમમાં સમાવવામાં આવતાં દેખાવ સુધરશે તેમ મનાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...