એજ્યુકેશન:ડભોઇની એક સહિત રાજ્યની 39 કોલેજોનો IITEમાં સમાવેશ

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય ની 9  યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલી 4 સરકારી અને 35 ગ્રાન્ટ ઈન એડ બી.એડ કોલેજ ઓને જે તે સંલગ્ન યુનિવર્સિટીમાંથી એફ ડીલીટ કરી ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન ગાંધીનગર સાથે એફિલેટ કરવામાં આવી છે. જેમાં વડોદરા જિલ્લાની એકમાત્ર ડભોઇ ખાતે આવેલી શેઠ મોતીલાલ નાથા ભાઈ કોન્ટ્રાક્ટર કોલેજ ઓફ એજ્યુકેશન નો સમાવેશ થાય છે. આ કોલેજોને જોડાણ મેળવવાની મંજુરી શરતોને આધીન કરવામાં આવી છે. જેમાં રાજ્યની વિવિધ 9 યુનિવર્સિટીઓ દ્વારા તેમની સાથે એફિલેટેડ કોલેજ અને શૈક્ષણિક વર્ષ 2020- 21 થી કરવાની રહેશે અને તે અંગેની જાણ જે તે  કોલેજ આઇ.ટી.આઇ ગાંધીનગર અને શિક્ષણ વિભાગને કરવાની રહેશે.  તમામ કોલેજો એ આઈ.આઈ.ટી.ઇ ગાંધીનગર નું જોડાણ ફોર્મ અને નિયત ઇન્સ્પેક્શન ફી 5000 ભરવાની રહેશે. 

અન્ય સમાચારો પણ છે...