હાથફેરો:વડોદરામાં જ્વેલર્સ શોરૂમમાંથી બે મહિલા સહિત ત્રણ લોકો નજર ચૂકવી રૂપિયા 80,000ની કિંમતનું 31 ગ્રામનું મંગળસૂત્ર ચોરી ગયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાણીગેટ પોલીસ મથકની ફાઈલ તસવીર. - Divya Bhaskar
પાણીગેટ પોલીસ મથકની ફાઈલ તસવીર.
  • સ્ટોરનો સ્ટોક ચેક કરતા મંગળસૂત્ર ચોરી થયાનું સામે આવ્યું

શહેરના વૃંદાવન ચાર રસ્તા પાસે આવેલ જ્વેલર્સ શોરૂમમાં સોનાની ખરીદી કરવા આવેલા એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણ લોકોએ સેલ્સ એક્ઝિક્યુટિવની નજર ચૂકવી રૂપિયા 80,000ની કિંમતનું 31 ગ્રામ વજનનું મંગળસૂત્ર ચોરી ગયા હતા. સ્ટોરના મેનેજરે સીસીટીવી ફૂટેજ આધારે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે તપાસ કરી હાથ ધરી છે.

શોરૂમના સીસીટીવી તપાસ કરતા જાણ થઈ
પોલીસ ફરિયાદ મુજબ શહેરના અરવીંદ દેસાઇરોડ પર આવેલ સહર્ષ કોમ્પ્લેક્ષમાં રહેતા નિર્મલ સુધીર ખોટે વૃંદાવન ચાર રસ્તા પાસે આવેલ ગણદેવીકર સારા ગોલ્ડ પ્રા.લીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તા. 1 ડિસેમ્બર 2021ના રોજ તેમણે સ્ટોરનો સ્ટોક ચેક કર્યો હતો. ત્યારે રૂપિયા 80,000ની કિંમતનું 31 ગ્રામ વજન ધરાવતું મંગળસૂત્ર જોવા મળ્યું ન હતું. જેથી તેમણે શોરૂમના સીસીટીવી તપાસ કરવાની તજવીજ હાથ ધરી હતી.

નજર ચૂકવી મંગળસૂત્ર પર્સમાં મુકી દીધું
દરમિયાન સીસીટીવીમાં 30 નવેમ્બરના રોજ બપોરના સમયે એક પુરુષ અને બે અજાણી મહિલા સ્ટોરમાં આવી હતી. તેઓ ત્રણેય સ્ટોરની સેલ્સ એક્ઝિક્યુટિવ પાસે મંગળસૂત્ર ખરીદ કરવાનું જણાવ્યું હતું. જેથી એક્ઝિક્યુટિવે એક એક કરીને તેમને મંગળસૂત્ર બતાવ્યા હતા. ત્યારે ત્રણેય પૈકી વચ્ચે બેઠેલી મહિલાએ સેલ્સ એક્ઝિક્યુટિવની નજર ચૂકવી એક મંગળસૂત્ર પોતાના પર્સમાંમુકી દીધું હોવાનું સીસીટીવીમાં જોવા મળ્યું હતું. દરમિયાન મેનેજરે સીસીટીવી ફૂટેજના આધારે આવેલા ત્રણેય લોકોએ 31 ગ્રામ વજન ધરાવતું રૂપિયા 80,000ની કિંમતનું મંગળસૂત્ર ચોરી કરી ગયા હોવાની ફરિયાદ પાણીગેટ પોલીસ મથકમાં નોંધાવાઇ હતી.