અનલોક:વડોદરામાં ગરીબોના શોપિંગ મોલ મનાતા શુક્રવારી બજાર સહિતના જાહેર સ્થળો ખુલ્યા, ચહલ પહલ જોવા મળી

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
જાહેર સ્થળોની સાથે શુક્રવારી બજારમાં લોકોની ચહલ પહલ જોવા મળી. - Divya Bhaskar
જાહેર સ્થળોની સાથે શુક્રવારી બજારમાં લોકોની ચહલ પહલ જોવા મળી.
  • રેસ્ટોરન્ટમાં પણ લોકો મનગમતી ચિજવસ્તુઓનો ચટાકો કરવા ઉમટી પડ્યા

સરકાર દ્વારા મિની લોકડાઉન બાદ તબક્કાવાર છૂટછાટ આપવામાં આવી રહી છે. પરંતુ, છૂટછાટ મળતા શહેરમાં ગરીબોના શોપિંગ મોલ મનાતા શુક્રવારી બજાર, મંદિરો, રેસ્ટોરન્ટ, બગીચાઓ શરૂ થઇ ગયા હતા. વડોદરા શહેરના ભુતડીજાપા અને હાથીખાના વિસ્તારમાં ભરાતા શુક્રવારી બજાર અને બકરા બજાર આજે લાંબા સમય બાદ ફરી શરૂ થતા લોકોની ભારે ભીડ જામી હતી.

છેલ્લા છ મહિનાથી શુક્રવારી બજાર બંધ હતું
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના મહામારી બાદ છેલ્લા છ મહિનાથી શુક્રવારી બજાર બંધ રાખવામાં આવ્યુ હતું. આજે ઘણા લાંબા સમય બાદ શુક્રવારી બજાર ભુતડી ઝાપાથી લઈ કારેલીબાગ પાણીની ટાંકી સુધી મુખ્ય રસ્તા પર ભરાયું હતું. જેને કારણે ગરીબ લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા.

માર્ગો ઉપર ચહલ પહલ જોવા મળી હતી.
માર્ગો ઉપર ચહલ પહલ જોવા મળી હતી.

બગીચા, મંદિરોમાં લોકો ઉમટ્યા
બગીચાઓ સવારે મોર્નિંગ વોકર્સથી ઉભરાઇ ગયા હતા. મંદિરોમાં પણ શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતાં. જોકે, પ્રસિદ્ધ શ્રી કાશિવિશ્વનાથ મંદિર સહિત મંદિરોમાં કોરોના ગાઇડ લાઇનનુ પાલન જોવા મળ્યું હતું. તે સાથે રેસ્ટોરન્ટોમાં પણ લોકો મનગમતી ચિજવસ્તુઓનો ચટાકો કરવા ઉમટી પડ્યા હતા.

બજારોમાં છૂટછાટ આપવામાં આવતા વેપારીઓ અને લોકોમાં ખુશી જોવા મળી છે.
બજારોમાં છૂટછાટ આપવામાં આવતા વેપારીઓ અને લોકોમાં ખુશી જોવા મળી છે.

છૂટછાટ આપવામાં આવતા વેપારીઓ અને લોકોમાં ખુશી
સરકાર દ્વારા બજારો, મંદિરો સહિત વિવિધ બજારોમાં છૂટછાટ આપવામાં આવતા વેપારીઓ અને લોકોમાં ખુશી જોવા મળી છે. પરંતુ, ખૂશીના અતિરેકમાં લોકો કોરોનાની ગાઇડલાઇનનુ પાલન કરવાનું ચૂકી રહ્યા હોય તેમ જણાયું હતું. જો વર્તમાન બજારની સ્થિતી આવી રહેશે તો આગામી કોરોનાની સંભવિત લહેર રોકવી અશક્ય છે.

વેપારી એસોસિએશન દ્વારા ટેક્સમા રાહત આપવા માગણી.
વેપારી એસોસિએશન દ્વારા ટેક્સમા રાહત આપવા માગણી.

નાના વેપારીઓને ટેક્સમા રાહત આપવા માગ
વડોદરા વેપારી એસોસિએશન દ્વારા નાના વેપારીઓને ટેક્સમા રાહત આપવા માગણી કરવામાં આવી છે. આજથી મોટાભાગના બજારો, રેસ્ટોરન્ટો, બગીચાઓ શરૂ થતાં માર્ગો ઉપર ચહલ પહલ જોવા મળી હતી.