શુભારંભ:ઇન્દુમતી પેલેસ પરિસર ખાતે વડોદરાના ત્રિદિવસીય પ્રોપર્ટી એક્સપોનો શુભારંભ

વડોદરા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વડોદરા પ્રોપર્ટી એક્સપોમાં ખરીદદારો માટે નાની રેન્જના ફ્લેટથી માંડીને લકઝુરિયસ વિલા, કમર્શિયલ સ્પેસ સુધીની પ્રોપર્ટી ઉપલબ્ધ છે
 • વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી અને સાંસદ રંજનબહેન ભટ્ટના હસ્તે પ્રારંભ

વડોદરાવાસીઓ પોતાના ઘર-દુકાન કે શો રૂમ માટેની યોગ્ય પ્રોપર્ટી ખરીદી શકે તે માટે ઇન્દુમતી પેલેસ ખાતે ત્રણ દિવસના વડોદરા પ્રોપર્ટી એક્સપો-2022નો શુક્રવારે પ્રારંભ થયો છે. વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજ કુમારજી અને સાંસદ રંજનબહેન ભટ્ટ, દિવ્ય ભાસ્કરના સીઓઓ સંજીવ ચૌહાણના હસ્તે દીપ પ્રકટાવીને શુભાંરભ કરાયો હતો. દિવ્ય ભાસ્કરના આ એક્સપોમાં નાની રેન્જના ફ્લેટથી માંડીને લકઝુરિયસ વિલા, કમર્શિયલ સ્પેસ સુધીની પ્રોપર્ટી ઉપલબ્ધ છે. એક્સપોના પહેલા દિવસે વડોદરાવાસીઓ ઉમટી પડ્યાં હતા. આ એક્સપો હજી શનિવાર અને રવિવારે રાતના 8.00 વાગ્યા સુધી ચાલુ રહેશે.

આ પ્રસંગે પૂ. વ્રજરાજ કુમારજીએ જણાવ્યું કે, ‘ વડોદરાના બિલ્ડરોને એક જ જગ્યાએ ભેગા કરીને શહેરીજનો માટે ખૂબ જ સુંદર આયોજન ગોઠવ્યું છે. ઘર લેવા જે શહેરીજનો ઉત્સુક થયા હોય ત્યારે આવા એક્સપોની અંદર આવીને તેમને એક જ જગ્યાએ જે ઘર લેવાનું છે તેની સંપૂર્ણ વિગતો પ્રાપ્ત થઇ જાય, પ્રશ્નોત્તરી થઇ શકે, પછી પ્રત્યક્ષ સાઇટ વિઝિટ કરીને જાણકારી મેળવી શકે છે.

દિવ્ય ભાસ્કર દ્વારા આવા એક્સપોના આયોજન થતાં રહ્યાં છે જે શહેરીજનો માટે ખૂબ ઉપયોગી છે.’ જ્યારે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું કે, ‘દિવ્ય ભાસ્કર દ્વારા પ્રોપર્ટી ફેરનું આયોજન થઇ રહ્યું છે જે વડોદરા માટે સારી સુવિધા છે. એક જ જગ્યાએથી વડોદરાના લોકો એક્ઝિબિશનનો લાભ લેતા હોય છે. નાની રેન્જમાં જો કોઇને પ્રોપર્ટી જોઇતી હોય તો તે પણ મળી શકશે. આ પ્લેટફોર્મ પરથી દરેકને ઘર મળી શકે છે.’

વડોદરા પ્રોપર્ટી એક્સપો 2022નું શુક્રવારે સવારે રાજમહેલ રોડ પરના ઇન્દુમતી પેલેસ ખાતે પૂ.વ્રજરાજકુમારજી અને સાંસદ રંજનબેન ભટ્ટની ઉપસ્થિતિમાં શુભારંભ થયો હતો, વડોદરા પ્રોપર્ટી એક્સપોના પહેલા દિવસથી જ શહેરીજનોનો સારો પ્રતિસાદ મળ્યો હતો અને પોતાની મનગમતી પ્રોપર્ટી ખરીદવાની ઉત્સુકતા બતાવી હતી. પૂ.વ્રજરાજ કુમારજી, સાંસદ રંજનબેન ભટ્ટે પણ પ્રોપર્ટી એક્સપોની મુલાકાત લઇને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

8 બિલ્ડર ગ્રૂપે ભાગ લીધો

 • ​​​​​ સમૃદ્ધિ બિલ્ડર
 • દર્શનમ્ ગ્રૂપ
 • સમન્વય રિયલ્ટી
 • અમરગ્રૂપ
 • શ્યામલ ગ્રૂપ
 • કોર્ટયાર્ડ ગ્રૂપ
 • અર્થ ગ્રૂપ
 • મધુવન ગ્રૂપ

શહેરીજનો માટે પ્રોપર્ટી ખરીદવાનો ઉત્તમ સમય છે
સમૃદ્ધિ બિલ્ડર ગ્રૂપના હર્ષ, જયદીપ અને દર્શિત અગ્રવાલે જણાવ્યું હતું કે, પહેલા દિવસે પણ શહેરીજનોએ પ્રોપર્ટી ખરીદવામાં ભારે ઉત્સાહ દાખવ્યો હતો. હાલમાં પ્રોપર્ટી ખરીદવાનો આ ઉત્તમ સમય છે. જે આગામી સમયમાં ફાયદો કરાવશે.’ જ્યારે અમર ગ્રૂપના કિશોર પ્રજાપતિએ કહ્યું હતું કે, ‘પ્રોપર્ટી એક્સપોમાં પ્રોપર્ટી ખરીદવા ઇચ્છુક લોકોનો હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. આગામી બે દિવસમાં પણ આવો જ પ્રતિસાદ મળશે.’

એક્સપો સવારે 10.30 વાગ્યાથી શરૂ, માસ્ક ફરજિયાત
‘દિવ્ય ભાસ્કર’ દ્વારા આયોજિત આ પ્રોપર્ટી એક્સપોનો શુક્રવારે પ્રારંભ થયા બાદ હવે શનિવાર અને રવિવારે સવારે 10.30 વાગ્યાથી શરૂ થઇ જશે. મુલાકાતીઓ રાતના 8.00 વાગ્યા સુધી પોતાની મનગમતી પ્રોપર્ટી ખરીદી શકશે. એક્સપોના દરેક મુલાકાતી માટે માસ્ક પહેરવો ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે, આ એક્સપોમાં આગામી દિવસોમાં લકી ખરીદદાર માટે સરપ્રાઇઝ ગિફ્ટ પણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...