તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:વૉર્ડ નં.16માં કોંગ્રેસને નાથવા ભાજપમાં જ ત્રિપાંખિયો જંગ, વિધાનસભા અધ્યક્ષ અને મંત્રીની ભલામણોમાં કોકડું ગૂંચવાયું

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રદેશ પ્રમુખના કથિત સગાનું વૉર્ડ 17માં પેરાશૂટ ઉતારવા કવાયત

સગાવાદ પર બ્રેક મારવા માટે નવા માપદંડ વચ્ચે પભાજપના પ્રદેશ પ્રમુખના કહેવાતા સગાના જમાઈનું નામ વૉર્ડ ન.17માં પેરાશૂટ તરીકે આવે તેવી શકયતા છે. જયારે અજિત દાધિચ, નિલેશ રાઠોડ, અલ્પેશ લિમ્બાચિયા, પરાક્રમસિંહ જાડેજા અને કલ્પેશ પટેલ (જય રણછોડ)ના નામ લગભગ નક્કી છે. જ્યારે , ગૌરવ પવળે, જેલમ ચોકસી ગોપી તલાટી હેમલતા તડવી ઘનશ્યામ સોલંકી,ડો.રાજેશ શાહ,ગાર્ગી દવે,નીતિન ડોંગા,હેમીશા ઠકકર પણ વેઇટિંગ માં છે. પાલિકામાં ભાજપના મિશન 76માં અવરોધરૂપ બનતા ઇલેક્શન વોર્ડ નંબર 16 માં ગત ચૂંટણીમાં પાલિકામાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવના નેજા હેઠળ બોર્ડમાં કોંગ્રેસે આખી પેનલ જીતી હતી.

પાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 16 એ રાવપુરા અને માંજલપુર વિધાનસભાની બોર્ડર પર નો વિસ્તાર ગણાય છે અને તેમાં બંને વિધાનસભાના 16 થી 17 બુથ આવી રહ્યા છે. જેના કારણે , માંજલપુરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી યોગેશ પટેલે આ વોર્ડમાં સામાન્ય બેઠક માટે અરવિંદ પટેલનું નામ સૂચવ્યું છે તો રાવપુરાના ધારાસભ્ય અને હાલમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જીગ્નેશ જોશીના નામ નો આગ્રહ સેવ્યો છે. તેવી જ રીતે, શહેર સંગઠન તરફથી નરેશ રબારી અને મહેશ રબારી નું નામ વહેતુ કરવામાં આવ્યું છે. આમ એક બેઠક માટે ત્રણ નામો મૂકવામાં આવતાં ભાજપમાં ચંદ્રકાંત શ્રીવાસ્તવ સામે એક ચોક્કસ નામ માટે સહમતિ નથી ત્યારે તેને લઈને પણ ડખો ઉભો થયો છે.જેને લઇને કોકડુ ગૂંચવાઇ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો