ઠગાઈ:વાસણા વિસ્તારમાં બિલ્ડરોએ 15 લાખ લઇ બીજાને ફ્લેટ વેચી દીધો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાસણા રોડ પર ઠગાઈ કરતાં ફરિયાદ નોંધાઇ

વાસણા વિસ્તારમાં બિલ્ડરોએ રૂા.15 લાખ લઇ ફલેટ બીજાને વેચતાં ગોત્રી પોલીસમાં ફરિયાદ થઇ છે.

યોગેશચંદ્ર ઠક્કર (લક્ષ બંગ્લોઝ, વાસણા રોડ)એ જયેશ પટેલ અને રાકેશ પટેલ સામે કરેલી ફરિયાદ પ્રમાણે 2014માં યોગેશ ઠક્કરની પુત્રી રાધિકા માટે ફલેટ લેવાનો હોવાથી ઘરની સામે રહેતાં જયેશ પટેલે જણાવતાં ભાયલીની સ્ટાર રેસીડેન્સીનો ફ્લેટ ગમતાં બુકીંગના રૂા.1 લાખ જયેશ પટેલના ખાતામાં નાંખ્યા હતા. યોગેશ ઠક્કરના જમાઈ ગૌરવ ગુપ્તાની લોન મંજૂર થતાં સત્યા ડેવલોપર્સના રાકેશ પટેલે કચેરીમાં બાનાખત કર્યા બાદ દસ્તાવેજ માટે જયેશ પટેલને ગૌરવ ગુપ્તાએ કહેતાં ગલ્લાં-તલ્લાં કર્યા હતા. જેથી ગુપ્તાએ નોટીસ આપી હતી.

દસ્તાવેજનું કહેતાં જયેશ પટેલે તમારાથી થાય તે કરી લો કહેતાં તપાસમાં જાણવા મળ્યું હતું કે ફલેટ નયનાબેન પટેલને વેચાયો છે. ગોત્રી પોલીસે બંને સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ગૌરવ ગુપ્તા સિંગાપોર ખાતે સ્થાયી થતાં બિલ્ડરો ફરી ગયા
2014માં ફલેટનો સોદો થયા બાદ ગૌરવ ગુપ્તા સિંગાપોરમાં સ્થાયી થયા હતા. છતાં તેઓએ બિલ્ડરને દસ્તાવેજ કરવાનું કહેતાં બિલ્ડરો ગલ્લાં-તલ્લાં કરવા લાગ્યા હતા. જેથી ગૌરવ ગુપ્તાએ બંને બિલ્ડરોને નોટીસ આપી હતી.

અન્ય મહિલાને ફ્લેટ વેચી દીધા અંગે તપાસ કરાશે
બિલ્ડરોએ ગૌરવ ગુપ્તાએ ખરીદેલો ફલેટ તેમની જાણ બહાર એક મહિલાને વેચી દીધો હતો અને ગુપ્તાને દસ્તાવેજ કરી આપ્યો ન હતો. બિલ્ડરોએ મહિલાને બારોબાર ફલેટ કેમ વેચ્યો તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...