• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In Vadodara's Manjalpur, The Police Caught The Stubbornness Of Stopping The DJ, The Matter Got Complicated, The Lathi charged People Ran, LIVE VIDEO

ગણેશ વિસર્જનમાં પોલીસનો લાઠીચાર્જ:વડોદરાના માંજલપુરમાં પોલીસે DJ બંધ કરાવતા મામલો બિચક્યો, PIને ધક્કે ચઢાવતા લાઠીચાર્જથી દોડધામ મચી, LIVE VIDEO

વડોદરા23 દિવસ પહેલા
  • મોડી રાત્રે બનેલા બનાવના વીડિયો વાઇરલ થયા
  • પોલીસે પાંચ જેટલા યુવાનોની અટકાયત પણ કરી

શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા અલવાનાકા વિસ્તારમાં એક ગણેશ મંડળ દ્વારા મોડી રાત સુધી મૂર્તિ વિસર્જન નહીં કરીને એક જ સ્થાને DJ ચાલુ રાખતા પોલીસે DJ બંધ કરાવવા પહોંચી હતી. જ્યાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘર્ષણ દરમિયાન કેટલાક લોકોએ PIને ધક્કે ચઢાવતા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પોલીસે લાઠીચાર્જ કરતા દોડધામ મચી ગઇ હતી. પોલીસના લાઠીચાર્જમાં એક મહિલાને ઇજા પહોંચી હતી. મોડી રાત્રે બનેલા બાદ ગણેશ મંડળે મૂર્તિનું વિસર્જન નહીં કરવાની જીદ પકડતા પોલીસે ગણેશજીની મૂર્તિ વિસર્જન કરવાનું બીડું ઉપાડ્યું હતું.

પોલીસ લાઠીચાર્જમાં ઇજા પામેલી મહિલા.
પોલીસ લાઠીચાર્જમાં ઇજા પામેલી મહિલા.

તુલસીધામ ચાર રસ્તા પાસેનો બનાવ
મળેલી માહિતી પ્રમાણે આનંદ ચૌદશના દિવસે સમગ્ર શહેરમાંથી શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી હતી. જેમાં માંજલપુર વિસ્તારના પવન દૂત ગણેશ યુવક મંડળની વિસર્જન યાત્રા પણ નીકળી હતી. આ વિસર્જન યાત્રા તુલસીધામ ચાર રસ્તા પાસે આવી પહોંચી હતી. અને યાત્રામાં જોડાયેલા યુવાનો-યુવતીઓ, મહિલાઓ અને પુરૂષો ડી.જે.ના તાલે નાચી રહ્યા હતા. પોલીસે ડી.જે. બંધ કરાવતા મામલો બિચક્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીના સમજાવ્યા છતાય ગણેશ મંડળ એકના બે ન થતા મામલો ઉગ્ર બની ગયો હતો.

યાત્રામાં જોડાયેલા યુવાન ઉપર લાઠીચાર્જ કરતી પોલીસ.
યાત્રામાં જોડાયેલા યુવાન ઉપર લાઠીચાર્જ કરતી પોલીસ.

ટોળું બેકાબુ બનતા પોલીસે લાઠીચાર્જ કર્યો
વિસર્જન યાત્રામાં જોડાયેલા પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી આવ્યા હતા. અને ગણપતિ બાપા મોરયાના જયઘોષ સાથે એક પોલીસ અધિકારીને ધક્કે ચઢાવતા મામલો વધુ ગરમાયો હતો. જેમાં એક પોલીસ અધિકારીએ એક યુવાનનો મોબાઇલ ફોન લઇ લેતા પોલીસ સાથે ઝપાઝપી શરૂ થઇ હતી. યાત્રામાં જોડાયેલા યુવાનોનું ટોળું ભેગું થતાં અને ટોળું બેકાબુ બનતું જણાતા પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પોલીસે લાઠીચાર્જ કરતા નાસભાગ મચી ગઇ હતી. જેમાં યાત્રામાં જોડાયેલ જયશ્રીબહેન સુરેશભાઇ નાયક (રહે. પવનદૂત નગર, માંજલપુર)ને પોલીસની વચ્ચે આવી જતાં પોલીસના લાઠીચાર્જનો ભોગ બની હતી. પોલીસે આ બનાવમાં પાંચ જેટલા યુવાનોની અટકાયત પણ કરી હતી.

પોલીસે લાઠીચાર્જ કરતા ટોળું ભેગું થઇ ગયું.
પોલીસે લાઠીચાર્જ કરતા ટોળું ભેગું થઇ ગયું.

મળસ્કે 4-30 વાગે વિસર્જન થયું
દરમિયાન પોલીસે વધુ બળનો ઉપયોગ કરતા ગણેશ મંડળના કાર્યકરો સ્થળ પર શ્રીજીની વિશાળ પ્રતિમા મૂકી રવાના થઇ ગયા હતા. જોકે, રસ્તા પર મૂકી દીધેલી શ્રીજીની વિશાળકાય મૂર્તિના વિસર્જનની જવાબદારી પોલીસને નિભાવવી પડી હતી. પોલીસ જવાનો તેમજ સિવિલ ડીફેન્સના સ્ટાફ દ્વારા માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસેથી મૂર્તિ લઈને જતા વિડીયો સામે આવ્યા હતા. જયારે પુલીસ સુત્રોના જાણાવ્યા અનુસાર ગણેશ મંડળનો એક પણ વ્યક્તિ વિસર્જનમાં સાથે નહિ આવતા અંતે સવારના 4.30 કલાકે પોલીસે જ નવલખી કૃત્રિમ તળાવ સુધી મૂર્તિ લઇ જઈને વિધિ પ્રમાણે વિસર્જન સંપન્ન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...