શહેરના મકરપુરા વિસ્તારમાંથી બકરો લઇ પસાર થઇ રહેલા યુવાનને સામાન્ય બાબતમાં ચારથી પાચ યુવાનોએ જાહેમા લાકડીના ફટકા માર્યા હતા. હુમલાખોર ટોળકીનો ભોગ બનેલા યુવાનના ત્રણ દાંત તૂટી ગયા. આ સમગ્ર ઘટનનાનો વિડીયો સોશ્યલ મિડિયામાં વાયરલ થયો હતો. આ બનાવ અંગે મકરપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
બે કારમાં હુમલાખોરો આવ્યા
મળેલી માહિતી પ્રમાણે શહેરના મકરપુરા વિસ્તારમાં મરાઠીની ચાલીમાં રહેતો 23 વર્ષિય સમીર ઐયાસભાઇ પઠાણ તેનો બકરો લઈને પસાર થઈ રહ્યો હતો. તે સમયે ત્યાંથી દ્વિચક્રી વાહન પર પસાર થઈ રહેલા પશુપાલકને વાહન ધીમે ચલાવવા જણાવ્યા બાદ થયેલી તકરારએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બાઇક સવાર યુવાને ઝઘડા અંગેની જાણ તેના મિત્રોને કરતાં ચાર થી પાંચ યુવાનો બે ગાડીમાં મારક હથિયારો સાથે આવી પહોંચ્યા હતા. અને સમીર પઠાણને કુંડાળુ કરી લાકડીના ફટકા માર્યા હતા.
સોશ્યલ મિડીયામાં વિડીયો વાયરલ
સામાન્ય બાબતમાં હુમલાખોરોનો ભોગ બનેલા સમીર પઠાણના હુમલામાં ત્રણ દાંત તૂટી ગયા હતા. હુમલામાં ઇજા પામેલા સમીરે હોસ્પિટલમાં સારવાર લીધી હતી. મકરપુરા વિસ્તારમાં જાહેર રોડ ઉપર બનેલા આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી. અલબત્ત આ ઘટનાનો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો.
પોલીસ ભુવન રજૂઆત કર્યા બાદ કાર્યવાહી
આ બનાવ અંગે સમીર પઠાણે જણાવ્યું હતું કે, મેં માત્ર બાઇક ધીરે ચલાવવા બાબતે જણાવતા બાઇક ચાલકે તેના સાગરીતોને બોલાવી લીધા હતા. અને બે કારમાં ધસી આવેલા ચારથી પાંચ લોકોએ મને લાકડીના ફટકા મારી ઇજા પહોંચાડી હતી. અને મારા ત્રણ દાંત તોડી નાંખ્યા હતા. આ બનાવ અંગે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ આપવા માટે ગયો હતો. પરંતુ, પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી ન હતી. આખરે પોલીસ ભુવન ખાતે પોલીસ કમિશનરને રજૂઆત કર્યા બાદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે કોઇની ધરપકડ કરી નથી
હુમલાખોરોનો ભોગ બનેલા સમીર પઠાણે જણાવ્યું કે, હુમલાખોરો સામે કડકમાં કડક સજા થવી જોઇએ. જેથી કરીને આવા તત્વો કોઇના ઉપર હુમલો કરતા દસ વખત વિચાર કરે. સામાન્ય બાબતમાં મને જાહેર રોડ ઉપર પાડી દઇ કુંડાળુ કરીને માર માર્યો છે. મને પગ તેમજ પીઠના ભાગે લાકડીના ફટકા મારતા ઇજા પહોંચી છે. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હોવા છતાં, પોલીસ દ્વારા હજુ સુધી હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી ન હોવાનો પણ તેને આક્ષેપ મુક્યો હતો. તેને આ હુમલાખોરો ભરવાડો હોવાનું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.