તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગંદા પાણીની પારાયણ:વડોદરામાં પીવાના પાણી સાથે ગટરના પાણી ભળી જવાની સમસ્યા ન ઉકેલાતા મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહિલાઓએ પાણીના માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. - Divya Bhaskar
મહિલાઓએ પાણીના માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
  • ગંદા પાણીને લઈને રોગચાળાએ માથું ઉંચક્યું હોવાની સ્થાનિકોની રાવ

વડોદરામા નાગરીકો છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણી પીવા મજબુર બન્યા છે. શહેરના અનેક વિસ્તારોમા પીવાના પાણી સાથે ગટરનુ પાણી મિક્સ થતુ હોવાની ફરીયાદ ઉઠી છે. જેમાં દુષિત પાણીનો પ્રશ્ન હલ ન થતા દંતેશ્વરમા મહિલાઓએ માટલા ફોડી વિરોધ વ્યકત્ કર્યો હતો. કોર્પોરેશન વિરુદ્ધ ભારે સુત્રોચાર કરી શાસકો સામે રોષ ઠાલવ્યો હતો.બીજી તરફ મેયરે જણાવ્યું હતું કે, આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવશે.

તંત્ર કાર્યવાહી ન કરતું હોવાના આક્ષેપ
વડોદરામાં ઋતુજન્ય રોગચાળાએ માથું ઉચક્યું હોવાનું કહેતા સ્થાનિકોએ ઉમેર્યું કે, દૂષિત પાણીના કારણે આગામી દિવસોમાં રોગચાળો વધુ ફેલાય તેવી સ્થિતિનુ નિર્માણ થયુ છે.વડોદરા શહેરના માજલપુર, અકોટા, ન્યુ સમા રોડ, આજવા રોડ, ડભોઈ રોડ અને દંતેશ્વર વિસ્તારમા પીવાના પાણીમા ગટરના પાણીનું કોન્ટામેન્ટ થઈ રહ્યુ છે. પબ્લિક હેલ્થ લેબોરેટરીએ પણ કોન્ટામેન્ટ થતુ હોવાનો રીપોર્ટ આપ્યો છે. છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

મહિલાઓએ ગંદા પાણીના મુદ્દે હોબાળો મચાવ્યો હતો.
મહિલાઓએ ગંદા પાણીના મુદ્દે હોબાળો મચાવ્યો હતો.

મહિલાઓએ વિરોધ નોંધાવ્યો
છેલ્લા કેટલાક સમયથી દુષિત પાણી પીને કંટાળેલા દંતેશ્વર ગામના વચલા ફળીયાની મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોધાવ્યો હતો. દંતેશ્વરના વચલા ફળિયામાં રહેતા મહિલા શોભના બ્રહ્મભટ્ટ કહે છે કે, છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણી આવે છે. વારંવાર રજૂઆત કરીને કંટાળી ગયા છે. પણ ચોખ્ખું પાણી મળતુ નથી. લોકો ઘરે ઘરે બીમાર છે. જેથી જો પાલિકા ચોખ્ખું પાણી નહિ આપે તો અધિકારી અને કોર્પોરેટરને ગંદુ પાણી પીવડાવીશુ. તેવી ચિમકી પાલિકાને આપી છે.વડોદરામા ગંદા પાણીના કારણે લોકોની ધીરજ ખૂટી રહી છે. છેલ્લા 15 દિવસથી ગંદુ પાણી આવી રહ્યુ છે. ત્યારે લોકો હવે અધિકારીઓ અને નેતાઓને ગંદુ પાણી પીવડાવી ભાન કરાવવાના મૂડમાં છે. પબ્લિક હેલ્થ લેબોરેટરીએ પણ રીપોર્ટ આપ્યો છે.

ગંદા પાણીના પ્રશ્નનો ઝડપથી નિકાલ લાવવામાં આવે તેવી માગ કરાઈ હતી.
ગંદા પાણીના પ્રશ્નનો ઝડપથી નિકાલ લાવવામાં આવે તેવી માગ કરાઈ હતી.

તાત્કાલિક કામગીરી કરાશે-મેયર
આ અંગે મેયર કેયૂર રોકડીયા જણાવી રહ્યા છે કે જ્યાં જ્યાં કોન્ટામેશનની ફરીયાદ આવશે ત્યા વહેલી તકે લિકેજ શોધીને દુરસ્ત કરવાની કમગીરી કરવામા આવશે. સાથે જ જ્યાં દૂષિત પાણી આવે છે ત્યાં પાલિકા પીવાના પાણીની ટેન્કરો મોકલશે.વડોદરા શહેરમા આજવા સરોવર અને મહિસાગર નદીનુ પાણી આવે છે. જોકે વચ્ચે ગટરની લાઈનો લિકેજ હોવાથી પીવાના શુધ્ધ પાણીમા ગટરના પાણી મિક્સ થાય છે. જે નાગરીકો માટે નુકશાન કારક છે.