સગીરા પર દુષ્કર્મ:વડોદરામાં ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી બે યુવકોએ સગીરા પર વાંરવાર દુષ્કર્મ ગુજારી વીડિયો બનાવ્યા

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતી સગીર સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી દુષ્કર્મ ગુજારી તેના ફોટો-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપ્યાની ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

સગીરાએ મિતેશ સાથે મિત્રતા તોડી
વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર 17 વર્ષિય સગીરા મિતેશ ઇશ્વરભાઇ રોહિત (રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, માણેજા, વડોદરા)ને ઓળખતી હતી. જેથી તેણે મિતેશની ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વિકારી હતી. ત્યારબાદ બંને વચ્ચે ઓનલાઇન વાત થતી અને બંને સારા મિત્ર બન્યા હતા. ત્યાર બાદ મિતેશની સોસાયટીમાં રહેતા યુવક ભાવેશ ક્રિષ્ન સેદાંણે સાથે પણ ફોન પર મિત્રતા થઇ હતી. આ દરમિયાન ભાવેશે કહ્યું હતું કે, મિતેશ સારો છોકરો નથી તેની સાથે મિત્રતા ના રાખીશ. જેથી સગીરાએ મિતેશ સાથે મિત્રતા તોડી નાખી હતી. તેમજ ભાવેશે પ્રપોઝ કરતા સગીરાઆ પ્રેમ સંબંધ માટે હા પાડી હતી.

ભાવેશ સગીરા અને મિતેશને ધમકી આપતો
ત્યાર બાદ સગીરા ભાવેશ સાથે અવાર-નવાર ફરવા જતી હતી. જેથી મિતેશે ફોન પર ધમકી આપી હતી કે, જો તે ભાવેશ સાથે હવે ફરવા જશે તો તેના માતા-પિતાના જાણ કરી દેશે તેમજ બંનેને માર મારશે. જેથી સગીરાએ મિતેશના મોબાઇલ નંબર બ્લોક કરી દીધા હતા.

તું નીચે આવ નહીં તો હું ઉપર આવું છું
દરમિયાન ગત 15 મેના રોજ મિતેશે સગીરાને મોબાઇલમાં સ્નેપચેટથી મસેજ કર્યો હતો કે, હું તારા ઘર નીચે આવ્યો છું તું નીચે આવ. ત્યારે સગીરાએ કહ્યું કે, હું મમ્મી સાથે ધાબા પર સુતી છું અને આજુબાજુવાળા પર છે. મારાથી નહીં આવી શકાય. ત્યારે મિતેશે ધમકી આપી હતી કે જો તુ નીચે નહીં આવે તો હું ઉપર આવીશ અને તને ઢસડીને નીચે લઇ જઇશ અને આજુબાજુવાળાને પણ તારા પ્રેમ સંબંધની જણ કરી દઇશ. જેથી સગીરા ગભરાઇને નીચે આવી ઘરનો દરવાજો ખોલ્યો હતો અને મિતેશ ઘરમાં આવ્યો હતો.

મિતેશે સગીરાને કહ્યું ફિઝિકલ થવા દે
ઘરમાં આવેલા મિતેશે સગીરાને કહ્યું હતું કે તારી સાથે ફોટા પાડવા દે. તેથી મેં ફોટા પાડવા દીધા હતા. બાદમાં મિતેશે મને કહ્યું કે ફિઝિકલ થવા દે. સગીરાએ ના પાડતા મિતેશે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો અને ત્યાર બાદ તે ત્યાંથી જતો રહ્યો હતો.

સગીરા પર વારંવાર દુષ્કર્મ થયું
આ ઘટનાના થોડા દિવસ બાદ ભાવેશનો ફોન આવ્યો હતો અને તેણે પ્રદીપ સુનિલભાઇ તિલવેના ઘરે મળવા માટે બોલાવી હતી. જ્યાં પ્રદીપ બહાર જતો રહ્યો હતો અને ભાવેશે સગીરાના મિતશે પાડેલા ફોટા તેની પાસે આવી ગયા અને તેને વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવ બાદ પ્રદીપે પણ સગીરાની મજબૂરીનો લાભ લેવા ફોન કર્યો હતો કે મારી પાસે તમારા શારીરિક સંબંધના વીડિયો છે તે વાઇરલ કરી દઇશ. તેમજ સગીરાને પોતાના ઘરે બોલાવી હતી. જ્યાં ભાવેશે ફરી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે મકરપુરા પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.