• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In Vadodara, Two Cousins Committed Rape By Blackmailing Mother And Daughter, The Mother Was Shocked When The Daughter Became Pregnant.

માતાના સંબંધે દીકરી પર કહેર વરસાવ્યો:વડોદરામાં વિધર્મી બે સગા ભાઈઓએ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મ, દીકરી ગર્ભવતી બનતા માતા ચોંકી ઊઠી

વડોદરા2 મહિનો પહેલા
  • તુમ મુજે બહોત અચ્છી લગતી હો... તેમ કહી યુવાને મહિલાને ફસાવી
  • એક ભાઇ UP ગયા બાદ બીજા ભાઇએ બ્લેકમેલ કરી માતા-દીકરી સાથે દુષ્કર્મ આચર્યું
  • સગીરા ગર્ભવતી બનતા ગર્ભપાતની ગોળીઓ ખવડાવી ગર્ભપાત કરાવી દીધો

વડોદરાના ગોત્રી લક્ષ્મીપુરા વિસ્તારમાં બે સગા ભાઇઓએ મા-દીકરીના નગ્ન ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જેમાં યુવતી ગર્ભવતી બની જતાં બંને ભાઇઓએ ગર્ભપાતની ગોળીઓ ખવડાવી ગર્ભપાત કરાવી દીધો હતો. આ ચોંકાવનારા બનાવ અંગે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ દાખલ થતાં પોલીસે બંને ભાઇઓની ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, બે ભાઇઓ પૈકી એક ભાઇના મહિલા સાથે લાંબા સમયથી સબંધ હતો. બાદમાં તેણે તેની દીકરીને પણ માતાના નગ્ન વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

બહેનના ઘરે રહેતા આરોપીએ મહિલાને ફસાવી
પરિણીત મહિલાએ ગોત્રી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, હું મારા પતિ અને ત્રણ સંતાનો સાથે રહું છું. મારા પતિ ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. આજથી બે વર્ષ પહેલા મારા મકાનની બીજુમાં રહેતા શાબીરાબેન (નામ બદલ્યું છે) અમારી સાથે બેસતા હતા. તે દરમિયાન પરિચય કેળવાયો હતો. શાબીરાબેનના ઘરે તેમનો એક ભાઇ રહેતો હતો. મને તેનું નામ મોનું જણાવ્યું હતું. મોનું જ્યારે પણ મારા ઘર પાસેથી પસાર થાય ત્યારે મારા તરફ જોતો હતો. શાબીરાબેન જરૂર પડે તો મારી પાસેથી ઉછીના પૈસા લઇ જતા હતા.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

આરોપી ફર્નિચરનો ધંધો કરે છે
એક દિવસ હું કરીશ્મા બેનના ઘરે ગઇ ત્યાં મોનું હાજર હતો. ત્યારે અમારી વાત થઇ હતી. એટલું જ નહિ મેં તેને જન્મદિવસ ક્યારે આવે છે તે પુછ્યું હતું. ત્યારે તેણે આઇડી કાર્ડ બતાવ્યું હતું, જેમાં તેનું નામ ઇકબાલ અન્સારી હોવાનું જણાવ્યું હતું. ત્યાર પછી મોનું પણ મારી પાસે પૈસાની માંગણી કરતો હતો. દરમિયાન અમે એકબીજા સાથે ફોન નંબરની આપ-લે કરી હતી. ત્યારબાદ અમારી વચ્ચે વાતચીત થતી હતી. ઇકબાલ ફર્નિચર બનાવવાનું કામ કરતો હોવાનું મને જણાવ્યું હતું.

તુમ મુજે બહોત અચ્છી લગતી હો
એક દિવસ મેં તેને મારા ઘરે બોલાવીને લાકડાનું મંદિર બનાવવા જણાવ્યું હતું. જોકે, તેણે મંદિર બનાવી આપવાની ના પાડી હતી. પછી ઇકબાલે મને વીડિયો કોલ કરીને વાત કરતા કહ્યું કે તુમ મુજે બહોત અચ્છી લગતી હો. મારે તારી સાથે આખી જિંદગી જીવવું છે. હું બીજા કોઇની જોડે શાદી નહિ કરૂ હવે હું તારી સાથે જ રહીશ. બીજા દિવસે મોનું મારા ઘરે આવ્યો હતો અને તારી સાથે આખી જિંદગી રહીશ, તેમ જણાવી જબરદસ્તીથી શારિરીક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ હું સવારે ચાલવા જાઉં તો મારી સાથે આવતો હતો. મારા ઘરે આવીને શારિરીક સંબંધ બાંધતો હતો.

મહિલાના નગ્ન વીડિયો ઉતારી લીધા
ફરિયાદમાં જણાવ્યું છે કે, એક દિવસ હું નાહતી હતી, દરમિયાન દરવાજો ખુલ્લો હતો. બાથરૂમમાંથી બહાર નિકળતા ઇકબાલે મને મારો નગ્ન વીડિયો બતાવ્યો હતો. મેં વીડિયો કેમ ઉતાર્યો તેમ પુછ્યું તો તેણે કહ્યું કે હું સાબિતી ભેગી કરૂં છું. ત્યારબાદ પણ મારી સાથે શારિરીક સંબંધ બાંધવાનો સિલસિલો ચાલુ જ હતો. ઇકબાલને ભાડાના મકાનની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. મેં તેને અમારૂ મકાન ખાલી હોવાથી ત્યાં રૂપિયા 3 હજારના ભાડે રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. ભાડાના મકાનમાં ઇકબાલના ભાઇઓ મહોરમ અન્સારી અને ગોલુ અન્સારી રહેવા આવ્યા હતા. તે મને મળવા માટે બોલાવતો હતો. હું ના પાડું તો મને ગાળો બોલતો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. તેમજ મારી સાથે શારિરીક સંબંધ બાંધતો હતો.

સગીરા માતા સામે રડી પડી
છ માસ પહેલા મારી મોટી દીકરી ઘરમાં મારી સાથે સુતી હતી. ત્યારે તે અચાનક રડી પડી હતી. મેં તેને કારણ પુછતા તેને પિરિયડ આવ્યા હોવાનું જણાવ્યું હતું. જે બાદ તેને દવાખાનામાં લઇ જવાઇ હતી. ત્યાં તેણે જણાવ્યું કે, ઇકબાલ અન્સારી આપણા ઘરમાં રહે છે. તે ચાર મહિનાથી ઘરે આવી મને તારા ફોટા બતાવીને કહેતો જો તું મારી સાથે સંબંધ નહિ બાંધે તો હું તારા પપ્પાને બતાવી દઇશ. કહી તેણે મારી સાથે જબરદસ્તી કરી હતી. ત્યારબાદ ઇકબાલ ઘરે આવી સંબંધ બાંધતો હતો. દરમિયાન મને બે માસનો ગર્ભ રહી ગયો હતો. ઇકબાલે મને ગોળીઓ ખવડાવી હતી. જેથી મને રક્તસ્ત્રાવ શરૂ થયો હતો.

મારી દીકરી સાથે સબંધ કેમ બાંધ્યો
બીજા દિવસે હું ઇકબાલના ઘરે ગઇ હતી. તેને કહ્યું તે મારી દીકરી સાથે સંબંધ કેમ બાંધ્યો તેમ પૂછતા તેણે મને ગાળો આપી બંનેને મારી બનાવીશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ પણ ધમકી આપી સંબંધ બાંધતો હતો. આ અંગે મેં મહોરમ અન્સારીને જણાવ્યું કે, તારા ભાઇએ મારી તથા મારી દીકરી સાથે બળજબરી પૂર્વક સંબંધ બાંધ્યો છે. તો તેણે મને કહ્યું કે, હું ઇકબાલને સબક શીખવાડું છું.

દીકરીએ રજિસ્ટર્ડ મેરેજ કરવા અરજી કરી
તા. 17-9-022 ના રોજ મને જાણ થઇ કે અમારી દીકરીએ મહોરમ અન્સારી જોડે રજીસ્ટર્ડ મેરેજ કરવા અરજી કરી છે. આ અંગે તપાસ કરતા ફોટા પરથી મેં મહોરમ નસરુલ્લા અન્સારીને ઓળખી કાઢ્યો હતો. જે અંગે તપાસ કરતા ઇકબાલે તેના ભાઇ મહોરમ નસરુલ્લા અન્સારીને તેની માતાના ફોટો આપ્યા હતા. આ ફોટો વાયરલ કરવાની ધમકી આપી જાણ બહાર લગ્ન કરવા પ્રેરીત કરી હતી. ભોગ બનનાર મહિલાએ ગોત્રી પોલીસ મથકમાં ઇકબાલ ઉર્ફે મોનુ નસરૂલ્લાહ અન્સારી, મહોરમ નસરૂલ્લાહ અન્સારી (મુળ. રહે ઉત્તરપ્રદેશ) સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ગોત્રી પોલીસ મથકના પી.આઇ. એમ.કે. ગુજ્જરે જણાવ્યું હતું કે, બંને આરોપીઓની ઉત્તર પ્રદેશથી લઇ આવ્યા છે. તેઓના કોરોના ટેસ્ટ બાદ ધરપકડ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...