તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In Vadodara, Traders Protested Against The Removal Of Lorries Obstructing Traffic From Manjalpur By The Corporation And Threatened To Commit Suicide.

વિરોધ પ્રદર્શન:વડોદરામાં પાલિકા દ્વારા માંજલપુરમાંથી ટ્રાફિકને નડતરરૂપ લારીઓ હટાવી લેવાતા વેપારીઓએ દેખાવો કરી આપઘાતની ચીમકી ઉચ્ચારી

વડોદરા22 દિવસ પહેલા
ચાર દિવસ અગાઉ લારીઓ લઈ લેવાતા વિક્રેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
  • સ્થાનિક લારી ગલ્લાવાળાઓએ દેખાવો કર્યા હતા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માંજલપુર વિસ્તારમાં ટ્રાફિકને નડતરરૂપ 25થી 30 લારી ચાર દિવસ અગાઉ હટાવી લેવાતાં સ્થાનિક લારી ગલ્લાવાળાઓએ આજે દેખાવો કર્યા હતા. જેમાં એક મહિલાએ તો આપઘાત કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

આક્રમક વિરોધ પ્રદર્શનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવીહતી.
આક્રમક વિરોધ પ્રદર્શનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવીહતી.

ઉગ્ર રજૂઆત કરાઈ
માંજલપુર વિસ્તારમાં 1 અઠવાડિયા પહેલા અકસ્માતના બનાવમાં એક યુવાનનું મરણ થયું હતું. જેના પગલે ચાર દિવસ અગાઉ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આ વિસ્તારમાં ગેરકાયદે ઉભી રહેતી લારીઓ હટાવવાની કામગીરી કરી હતી, અને તે લારી ભરતા નહીં મળતા લારી ગલ્લાવાળાઓને મોરચો કોર્પોરેશન ખાતે આવ્યો હતો અને ઉગ્ર રજૂઆતો કરી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવક અંગે લારી-ગલ્લાવાળાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું. પરંતુ અકસ્માતને લીધે લારી ગલ્લા ઉઠાવી જઇ રોજગારી છીનવી લેવામાં આવી છે. તે યોગ્ય હોવાનું જણાવ્યું હતું.

એક મહિલાએ જાહેરમાં આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.
એક મહિલાએ જાહેરમાં આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.

રોજગારને અસર
લારી ચલાવતા મહિલા ભારતીબેન દરબારે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી આ જગ્યા ઉપર ઊભા રહીને જીવન ગુજરાન ચલાવી રહ્યા છે. અકસ્માત જે થયો તે તો ઘણો દુર થયો હતો તેમ છતાં 25 લારી-ગલ્લા હટાવી દેવામાં આવ્યા છે મારી દીકરીને કોરોના થયો હતો અને તેનું અઢી લાખ રૂપિયાનું બિલ ચૂક્યું છે. માથે દેવું થઈ ગયું છે, અને અમારી લારી ઉઠાવી જવાને કારણે રોજગાર પણ બંધ થઈ ગયો છે. જેથી હવે આપઘાત કરવાનો વારો આવશે. દરમિયાનમાં લારી ગલ્લા વાળાઓ ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ પાસે રજૂઆત કરવા ગયા હતાં. ત્યારે તેમણે સ્પષ્ટ જણાવી દીધું હતું કે, તમારા વિસ્તારમાં નશીલાં દ્રવ્યોનો પણ ગેરકાયદે ધંધો ચાલે છે અને નામચીન નો અડ્ડો બની ગયો છે. જેથી પોલીસ કે કોર્પોરેશન લારી-ગલ્લા હટાવવા માટે આવે ત્યારે તેઓને સહકાર આપજો.

અન્ય સમાચારો પણ છે...