• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In Vadodara, The Slum Dwellers Removed By The Corporation Have Been Struggling For Five Years, Despite Several Representations, No Result.

ઉગ્ર આંદોલનની ચિમકી:વડોદરામાં કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવેલા ઝૂપડાવાસીઓનો પાંચ વર્ષથી રઝળપાટ, અનેક રજૂઆત છતાં કોઇ પરિણામ નહીં

વડોદરાએક મહિનો પહેલા
પાંચ વર્ષથી આવાસ માટે રઝળપાટ કરતા વાઘોડિયા રોડ મધુનગરના 61 પરિવારો
  • બેઘર કરવામાં આવેલા તમામ ઝૂંપડાવાસીઓની હાલત કફોડી

શહેરના વાઘોડિયા રોડ ખાતે આવેલ મધુનગર વસાહતના વિસ્થાપિતોનો મોરચો વધુ એક વખત બાકી ભાડા તથા વહેલી તકે આવાસ ફાળવણી અંગેની રજૂઆત માટે કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચ્યો હતો. વિસ્થાપિતોએ વહેલીતકે પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આદોલનની ચિમકી ઉચ્ચારી છે. નોધનિય છે કે કોર્પોરેશન દ્વારા પાંચ વર્ષ પહેલાં ઝૂપડાવાસીઓ દૂર કરવામાં આવ્યા હતા.

61 પરિવારનો રઝળપાટ
શહેરના વાઘોડિયા રોડ ખાતે આવેલ મધુનગર વસાહતનું વડોદરા કોર્પોરેશનએ વર્ષ 2017 દરમિયાન ડીમોલેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન 61 આવાસોના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના ઘર અંતર્ગત પાંચ વર્ષનો સમયગાળો વિતવા છતાં હજુ સુધી આવાસો મળ્યા નથી. પરિણામે બે ઘર લોકોને ઘર આપવાના તંત્રના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. તેમાંય ખાસ કરીને ભાડા મુદ્દે વિસ્થાપિતોને ટળવળવાનો વખત આવ્યો છે.

અનેક વખત રજૂઆત કરવા છતાં કોર્પોરેશનના સત્તાધિશોના પેટનું પાણી હાલતું નથી
અનેક વખત રજૂઆત કરવા છતાં કોર્પોરેશનના સત્તાધિશોના પેટનું પાણી હાલતું નથી

ભાડું અને આવાસ આપવા રજૂઆત
છેલ્લા એક વર્ષથી ભાડું ન મળ્યું હોવાની રજૂઆત સાથે સ્થાનિકોનો મોરચો કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચ્યો હતો. જ્યાં મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર થકી બાકી ભાડું આપવા, વહેલીતકે આવાસની ફાળવણી કરવા અને મોંઘવારીના સમયમાં ભાડું વધારવા મુદ્દે રજૂઆત કરી હતી. સાથે આવાસ નહીં મળવાના કારણે ભાડાના ઘર અને આર્થિક પરિસ્થિતિ અંગે વેદના વ્યક્ત કરી હતી.

ઝૂપડાવાસીઓની હાલત કફોડી
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી આવાસ યોજના તાંદલજા હોય , કલ્યાણનગર હોય કે પછી મધુનગર હોય સમયસર ભાડું નહીં મળવાની સાથે આવાસોની ફાળવણી સમયસર થઈ નથી. પરિણામે લોકો હાલાકી ભોગવતા તંત્રની બેદરકારી કહી શકાય તેમ છે. આમ, ભાડું સમયસર મળવા સાથે વહેલી તકે આવાસની ફાળવણીની રજૂઆત અર્થે મોરચો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત અર્થે પહોંચ્યો હતો. અગાઉ પણ વિસ્થાપિતોએ આ બાબતે તંત્રને રજૂઆત કરી હતી હવે જોવું રહ્યું કે તેઓની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે છે.

અન્ય સમાચારો પણ છે...