ડ્રેનેજની કામગીરીને કારણે શહેરના વડસર રોડ બ્રિજ તરફથી જ્યુપીટર ચાર રસ્તા તરફ ડાબી બાજુનો રસ્તો હેપ્પી કાર વોશિંગથી જ્યુપીટર ચાર રસ્તા સુધી આજથી તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
વિકલ્પે જમણી બાજુના રસ્તાનો ઉપયોગ થશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વડસર રોડ બ્રિજ તરફથી જ્યુપીટર ચાર રસ્તા તરફ ડ્રેનેજની કામગીરી કરવાની હોવાથી ડાબી બાજુનો રસ્તો હેપ્પી કાર વોશિંગથી જ્યુપીટર ચાર રસ્તા સુધી આજથી તમામ પ્રકારના વાહનવ્યવહાર તેમજ અવર-જવર માટે કામ પૂર્ણ થાય ત્યા સુધી બંધ રહેશે. જેથી હેપ્પી કાર વોશિંગથી જ્યુપીટર ચાર રસ્તા તરફના રસ્તાના વિકલ્પે જમણી બાજુના રસ્તાનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવાનો રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.