• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In Vadodara, The Proposal Of The Minister Of State For A Continuous Fly Over Bridge From Vrindavan Char Road To Sardar Estate Char Road Was Rejected.

ફ્લાય ઓવરબ્રિજનો વિવાદ:વડોદરામાં રાજ્યમંત્રીનું વૃંદાવન ચાર રસ્તાથી સરદાર એસ્ટેટ ચાર રસ્તા સુધીના સળંગ ફ્લાય ઓવરબ્રિજનું સૂચન પડતું મુકાયું

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • હવે વૃંદાવન ચાર રસ્તા અને સરદાર એસ્ટેટ ચાર રસ્તા ઉપર અલગ અલગ બ્રિજ બનશે

વડોદરા શહેરમાં ટ્રાફિકના પ્રશ્નો હલ કરવાના ભાગરૂપે રાજ્ય સરકારના નિયમાનુસાર વડોદરા મહાનગર પાલિકા દ્વારા સરદાર એસ્ટેટથી વૃંદાવન ચાર રસ્તા સુધી સળંગ ઓવરબ્રિજ બનાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન વૃંદાવન ચાર રસ્તા અને સરદાર એસ્ટેટ ચાર રસ્તા ઉપર અલગ અલગ ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવશે. આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ થઈ છે.

શહેરમાં છ ફ્લાય ઓવરબ્રિજ બનાવવાનું આયોજન
વાહનોની વધતી જતી સંખ્યા અને ટ્રાફિકના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા મહાનગર પાલિકા વિસ્તારમાં 54 અને નગરપાલિકા વિસ્તારમાં 21 મળી કુલ 75 ફ્લાય ઓવરબ્રિજ બનાવવાનું આયોજન વર્ષ 2019-20 ના અંદાજ પત્રમાં હાથ ધરવામાં આવ્યું હતું . જેના અનુસંધાને વડોદરા મહાનગર પાલિકા દ્વારા છ જંકશન ઉપર ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્તને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ તરફથી મંજુરી મળી છે.

અગાઉ સળંગ ફ્લાય ઓવર બ્રિજ બનાવવાનું આયોજન હતું
શહેરમાં છ ફ્લાય ઓવરબ્રિજને મળેલી મંજૂરીમાં એક સરદાર એસ્ટેટ ચાર રસ્તા ખાતે અંદાજે રૂપિયા 55.39 કરોડ, વૃંદાવન ચાર રસ્તા અંદાજે રૂપિયા 56.74 કરોડના ખર્ચનું આયોજન હતું. ત્યારબાદ વડોદરા મહાનગર પાલિકાની મળેલી સંકલનની બેઠકમાં ધારાસભ્ય તથા રાજ્યમંત્રી મનીષાબેન વકીલ દ્વારા સરદાર એસ્ટેટ જંકશનથી વૃંદાવન જંકશન વચ્ચે સળંગ ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી. અને તે માટે 1,30,87,91,900 નો અંદાજીત ખર્ચ રજૂ કર્યો હતો.

ફ્લાય ઓવરબ્રિજ અંગે પુનઃ વિવાદના એંધાણ
વૃંદાવન ચાર રસ્તાથી સરદાર એસ્ટેટ સુધીના સળંગ ફ્લાય ઓવરબ્રિજ અંગેના ડીપીઆરની ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ સમક્ષ દરખાસ્ત રજૂ થઈ હતી. સરકારે નવા એસઓઆર મુજબ રૂપિયા 91 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. જ્યારે બાકીના રૂપિયા 27 કરોડ રાજ્ય સરકાર અથવા વડોદરા કોર્પોરેશન ચૂકવણું કરશે. અગાઉ સળંગ બ્રિજ બનાવવાની મંજૂરી સ્થાયી સમિતિએ આપ્યા બાદ હવે ફરી વખત વૃંદાવન ચાર રસ્તા અને સરદાર એસ્ટેટ ચાર રસ્તા ઉપર અલગ અલગ બ્રિજ બનાવવા અંગેનું કામ સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ થયું છે. આમ ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે સમય વેડફાતા વિવાદ સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...