તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં છેલ્લા ત્રણ મહિનામાં વિદેશપ્રવાસ ખેડનારાં લોકોને શોધવાનું શરૂ

કોરોના વાઇરસએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
વડોદરા મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
  • ડો.વિનોદ રાવે પાલિકાના અધિકારીઓ સાથે બેઠક કરી, 700 કર્મચારી તૈનાત

વડોદરાઃ કોરોના વાઇરસના સંક્રમણને ખાળવા માટે તંત્ર દોડધામ કરી રહ્યુ છે ત્યારે છેલ્લા ત્રણ સપ્તાહમાં વિદેશથી પ્રવાસ ખેડીને પરત ફરનારાં નાગિરકોને શોધવા માટે કાર્યવાહી તાત્કાલિક ધોરણે શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિકોને પણ તેની માહિતી પૂરી પાડવી હોય તો પાલિકાના ટોલ ફ્રી નંબર કે નિર્માલ્યમ્ નંબર પર આપી શકે તેવી વ્યવસ્થા અમલી કરવામાં આવી છે. 

નાગરિકો ફોન કરી માહિતી આપી શકશે
પૂર્વ મ્યુનિસિપલ કમિશનર એવા શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવને વડોદરા મોકલાયા છે.ડો.વિનોદ રાવે પાલિકાના અધિકારીઓની તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓની તાકીદની બેઠકો કરી હતી. જેમાં, પ્રથમ તબક્કામાં, છેલ્લાં ત્રણ અઠવાડિયામાં વિદેશનો પ્રવાસ ખેડી ચૂક્યાં હોય તેવાં તમામ નાગરિકોની માહિતી એકઠી કરવા સૂચના આપી હતી અને તેના માટે ડોર ટુ ડોર કેમ્પેઇન કરવાનો તખ્તો ઘડી નાંખવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ મામલે નાગરિકો પાસેથી પણ માહિતી મળી રહે તે માટે પાલિકાના ટોલ ફ્રી નંબર 1800 233 0265નો ઉપયોગ કરવા તેમજ સફાઇ માટેના નિર્માલ્યમ્ નંબર 9913166666 પર પણ નાગરિકો માહિતી આપી શકશે.

અન્ય સમાચારો પણ છે...