ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આચાર સંહિતાનો ચુસ્તપણ અમલ કરાવવા માટે ફ્લાઇંગ સ્ક્વોડ સક્રીય થઇ ગયું છે. આજે વહેલી સવારથી ફ્લાઇંગ સ્ક્વોડે પરવાનગી વગર ઓટો રિક્ષાઓ તેમજ કાર ઉપર પાર્ટીઓના લગાવવામાં આવેલા પોષ્ટરો ઉતારાવ્યા હતા. ફ્લાઇંગ સ્ક્વોડની ઝપટમાં ડભોઇ બેઠકના ભાજપાના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્યની કાર પણ ઝપટમાં આવી ગઇ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારીએ કારને બચાવી લીધી હોવાનું જાણવા મળ્યું હતું.
ફ્લાાઇંગ સ્ક્વોડનો સપાટો
મળેલી માહિતી પ્રમાણે વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. તે સાથે ફ્લાઇંગ સ્ક્વોડ પણ ચૂંટણી આચાર સંહિતાનો ચુસ્તપણે પાલન કરાવવા માટે કામગીરી શરૂ કરી દીધી છે. આજે વહેલી સવારે ફ્લાઇંગ સ્ક્વોડની એક ટીમ વાઘોડિયા રોડ ગુરૂકુલ ચોકડી પાસે તૈનાત થઇ ગઇ હતી. અને પરવાનગી વગર ઓટો રિક્ષાઓની પાછળ લગાવેલા રાજકીય પક્ષોના પોષ્ટરો ઉતારાવી લીધા હતા.
અધિકારીએ ગોળ ગોળ જવાબો આપ્યા
ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ઓટો રિક્ષાઓ ઉપરના પોષ્ટરો ઉતારાવી રહ્યું હતું કે, તે સમયે એક કાર પાછળ એક બાર ફીરસે સોટ્ટા ફીરશે લખેલા પોષ્ટર સાથેની કાર પસાર થતાં ફ્લાઇંગ સ્ક્વોડે રોકી હતી. અને કાર ઉપરથી સ્થળ પર પોષ્ટરો ઉતારવાને બદલે વિસ્તારની એક ખાનગી સ્કૂલમાં લઇ ગઇ હતી. મિડીયા દ્વારા ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારીને કાર પાછળનું પોષ્ટર ન ઉતારવા બાબતે પ્રશ્નો કરતા તેઓએ ગોળ ગોળ જવાબો આપ્યા હતા.
પોષ્ટરો કઢાયા વગર રવાના
ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારીએ કાર પાછળ લગાવેલા પોષ્ટરો કેમ ઉતાર્યા નથી, તેવા મિડીયા દ્વારા કરવામાં આવેલા સવાલ અંગે જણાવ્યું હતું કે, તેઓએ કાર પાછળ પોષ્ટર લગાવવાની પરવાનગી મળેલી છે. જોકે, અધિકારી પાસે પરવાનગીનો પુરાવો માંગતા તેઓ ગોળ ગોળ જવાબો આપી કાર ઉપરના પોષ્ટરો ઉતારાયા વગર સ્થળ પરથી રવાના થઇ ગયા હતા. આ અધિકારી ચૂંટણી આચાર સંહિતાના અમલીકરણ માટે અપનાવેલી બેવડી નિતી ચર્ચાનો વિષય બની છે.
અધિકારીની હિંમત ન ચાલી
મળેલી માહીતી પ્રમાણે આ અધિકારી દ્વારા માત્ર આમ આદમી પાર્ટીના ઓટો રિક્ષા પાછળ લગાવેલા પોષ્ટરો ઉતારવાની કામગીરી કરી હતી. પરંતુ, ભાજપાના ઉમેદવારોની કાર પાછળ લગાવવામાં આવેલા પોષ્ટરો ઉતારવાની હિંમત દાખવી નથી. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી આચાર સંહિતાના ચુસ્ત અમલની વાતો માત્ર કાગળના ઘોડા પુરવાર થઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.