પ્રજાને સંયમની સલાહ, નેતાઓ ફરી બેફામ:વડોદરામાં બાગ-બગીચા, મંદિરોમાં ભીડ ન કરવા એનાઉન્સમેન્ટ તો પેટ્રોલ-ડીઝલના ભાવના વિરોધમાં કોંગી નેતાઓએ ભીડ ભેગી કરી!

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
જાહેરનામાનો ભંગ કરી રહેલા કોંગ્રેસીઓની તસવીર - Divya Bhaskar
જાહેરનામાનો ભંગ કરી રહેલા કોંગ્રેસીઓની તસવીર

વડોદરા શહેરના 117 બાગ-બગીચા,મંદિરો, 2 હજાર રેસ્ટોરાં અને 50 ટકા જિમ શુક્રવારથી ખૂલી ગયા છે. પાલિકાની ટીમો દ્વારા કમાટીબાગ સહીતના બગીચામાં પબ્લિક એનાઉન્સ સિસ્ટમ દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવાની સાથે કોવિડ ગાઈડ-લાઈનનું પાલન કરવા સલાહ અપાઇ હતી. શુક્રવારે સવારે 6 વાગ્યાથી કમાટીબાગ ખૂલતાં 300 જેટલા મોર્નિંગ વોકર પહોંચ્યાં હતાં. બાગમાં કસરત કરવા આવનારા લોકોએ પણ ભીડ ન થાય તેની તકેદારી રાખી હતી.

વિરોધ પ્રદર્શનમાં ગાઇડલાઇનના લીરેલીરાં
બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ પ્રતિ લિટરે સો રૂપિયા પહોંચવાના આરે છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં શુક્રવારે શહેર કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો કર્યા હતા. જેમાં કારને દરોડાથી બાંધીને ખેંચી વિરોધ પ્રદર્શન કરાયું હતું. જોકે આ વિરોધ પ્રદર્શનમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડયા હતા. વિરોધ કરવો એ ભલે બંધારણીય અધિકાર હોય પણ તેની આ રીત ખોટી હતી. કોંગ્રેસના નેતાઓએ કરેલા આ બેજવાદારીપૂર્વકના આયોજનથી કોરોનાની ત્રીજી લહેરને નોતરું આપવા જેવું થયું છે. મંજૂરી વિના યોજેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે 40 જેટલા કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કર્યા બાદ છોડી મૂકયા હતા.

અન્ય સમાચારો પણ છે...