વડોદરાના ગોત્રી રોડ પાણીની ટાંકી વિસ્તારમાં રહેતી સગીરવયની કિશોરી સાથે સુરત ખાતે રહેતા બ્રિજેશ રાજપુત સાથે પ્રેમ સંબંધો પાંગર્યા હતા. અવારનવાર થતી મુલાકાત થયા બાદ બંને વચ્ચે નિકટના સંબંધો પણ બંધાયા હતા. જેમાં ગત તારીખ 7મી મેના રોજ વડોદરા આવી પહોંચેલા પ્રેમી સાથે સગીર વયની પ્રેમિકા ઘરેથી ફરાર થઈ હતી અને બંને પ્રેમી પંખીડા પાવાગઢ ખાતે પહોંચી ગયા હતા.
પરિવારે પાવાગઢથી ઝડપેલા
પાવાગઢ ખાતે રોકાણ કરનારા પ્રેમી પંખીડા અંગે પરિવારજનોને જાણ થતા, તેઓ પાવાગઢ પહોંચી ગયા હતા. અને પરિવારજનોએ પ્રેમી પંખીડાને પાવાગઢ ખાતે પકડી લીધા હતા. અને બંનેને વડોદરામાં લઈ આવ્યા હતા. અને ગોત્રી પોલીસ મથકે મોકલી આપ્યા હતા. પરિવારજનોએ સગીર વયની પુત્રીને ભગાડી જવાનો આરોપ ધરાવતાં પ્રેમી બ્રિજેશ રાજપુત વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સમક્ષ સગીર વયની કિશોરીએ કેફિયત રજૂ કરી હતી કે, પ્રેમીએ દુષ્કર્મ આચર્યું હતુ. આ સાભળી પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા.
આરોપી યુપીનો રહેવાસી
ગોત્રી પોલીસે ફરિયાદના આધારે બ્રિજેશ સામે અપહરણ, દુષ્કર્મ આચરવાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બ્રિજેશ રાજપુત હાલ સુરતનો રહેવાસી છે. અને મૂળ ઉત્તરપ્રદેશનો વતની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.