• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In Vadodara Railway Division, Despite A Decrease Of 32 Lakh Passengers In April As Compared To 2019, The Revenue Of 34 Crores Remained The Same.

ભાસ્કર એક્સક્લુઝિવ:વડોદરા રેલવે ડિવિઝનમાં 2019ની તુલનામાં એપ્રિલમાં 32 લાખ યાત્રી ઘટ્યા છતાં 34 કરોડની આવક યથાવત્

વડોદરા11 દિવસ પહેલાલેખક: વીરેન્દ્રસિંહ વર્મા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • એપ્રિલ 2019માં 51 લાખ પ્રવાસી હતા, આ વર્ષે ઘટી 19 લાખ થયા

ટ્રેનોમાં એપ્રિલ 2019ની તુલનાએ આ વર્ષે 32 લાખ ઓછાં મુસાફરોએ પ્રવાસ કર્યો હોવા છતાં વડોદરા રેલવે ડિવિઝનની આવક યથાવત્ રહી છે. જેની પાછળ રેલવેની વધારે ભાડું લેવાની પોલિસી કારણભૂત હોવાનું સપાટી પર આવ્યું છે. કોરોના બાદ શરૂ થયેલી ટ્રેનોને સ્પેશિયલના વાઘા પહેરાવી ઊંચું ભાડું વસૂલાઇ રહ્યું છે.

વડોદરા રેલવેને એપ્રિલમાં 34 કરોડની આવક થઈ
રેલવેનાં સૂત્રોએ જણાવ્યું કે, કોરોના પહેલાં 2019 દરમિયાન એપ્રિલમાં વડોદરા ડિવિઝનની વિવિધ ટ્રેનોમાં 51 લાખ મુસાફરોએ યાત્રા કરી હતી. જેને પગલે 34 કરોડ આવક થઇ હતી પણ કોરોના બાદ રેલવેએ સ્પેશિયલ ટ્રેનોના નામે ટ્રેનો દોડાવતાં 19 લાખ મુસાફરોએ યાત્રા કરી તો પણ વડોદરા રેલવેને એપ્રિલ દરમિયાન 34 કરોડની આવક થઇ છે.

51 લાખથી વધુ પ્રવાસીએ યાત્રા કરી હતી
ટ્રેનોની સંખ્યા ઓછી છતાં મોટાભાગની ટ્રેનોમાં સ્પેશિયલ ટ્રેનોના નામે વધુ ભાડા વસૂલાતાં ઓછા પેસેન્જરોએ મુસાફરી કરી હોવા છતાં વડોદરા ડિવિઝનની આવકમાં ઝાઝો ફેર પડ્યો નથી. 2019માં એપ્રિલમાં વડોદરા રેલવે ડિવિઝનમાંથી 51 લાખથી વધુ પ્રવાસીએ યાત્રા કરી હતી, જેની સામે રેલવેને રૂા.35.53 કરોડની આવક થઇ હતી. બીજી બાજુ એપ્રિલ દરમિયાન 2022માં 19 લાખથી વધુ પ્રવાસીએ મુસાફરી કરી હતી, જેની સામે રૂા.34.96 કરોડની આવક થઇ હતી.

મોટાભાગની ટ્રેનોમાં ભાડું ડબલ થઇ ગયું
મોટાભાગની ટ્રેનોમાં ભાડું ડબલ થઇ ગયું છે. સ્પેશિયલ ટ્રેનના ઓથા હેઠળ વધુ ભાડું વસૂલાય છે. અનરિઝર્વ ટ્રેનો ચાલતી નથી. વેઇટિંગની ટિકિટવાળો સ્લીપર કે એસી કોચમાં પકડાય તો ભારે પેનલ્ટી કરાય છે. જે અનરિઝર્વ ટ્રેનો ચાલુ થઇ છે તેમાં ભાડું વધુ લેવાય છે. જેથી એપ્રિલમાં ડિવિઝનની આવક ઘટી નથી. > ઓમકારનાથ તિવારી, સભ્ય, ડીઆરયુસીસી કમિટી, વડોદરા રેલવે

તબક્કાવાર જનરલ કોચ જોડાતાં રાહત થશે
ધીરેધીરે ટ્રેનોનો વ્યવહાર નોર્મલ થઇ રહ્યો છે અને સ્પેશિયલ ટ્રેનોના લીધે રેટ વધારે છે પણ અનરિઝર્વ ટ્રેનો વધશે અને રિઝર્વ ટ્રેનોમાં જનરલ કોચ જોડાશે તે પછી યાત્રીઓને વધુ રાહત થશે. > પ્રદિપ શર્મા, પીઆરઓ, વડોદરા

અન્ય સમાચારો પણ છે...