રાજકારણ:વડોદરાના રાજકારણમાં કાર્યકરો દક્ષિણમાંથી હવે પૂર્વ તરફ વળશે!

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌરભ પટેલ વેળા પશ્ચિમ તો યોગેશ પટેલ વેળા દક્ષિણ તરફ ઝોક હતો
  • ભાજપની સરકાર બન્યાનાં 26 વર્ષમાં શહેર-વાડીએ 3 મંત્રી આપ્યાં

રાજ્યમાં ભાજપની સરકાર બન્યાંનાં 26 વર્ષમાં વડોદરામાંથી શહેર વાડીએ 3 મંત્રી આપ્યા છે. વડોદરાના રાજકારણમાં ભાજપના કાર્યકરો હવે દક્ષિણમાંથી પૂર્વ તરફ વળશે તે નક્કી છે. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી નવી સરકારમાં રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને કેબિનેટનમાં સ્થાન મળ્યું છે તો શહેર-વાડીનાં મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલને પણ મંત્રી બનાવ્યાં છે.

ભાજપ સરકારનું 1995થી શાસન આવ્યું છે અને અત્યાર સુધી સ્વ.નલિનભટ્ટ અને ભૂપેન્દ્ર લાખાવાળા બાદ શહેર-વાડીમાંથી મંત્રીપદ હાંસલ કરનાર તેઓ ત્રીજાં છે. એટલું જ નહીં, વડોદરાના ઇતિહાસમાં મહિલાને પ્રધાનપદ મળ્યું હોવાની આ પ્રથમ ઘટના છે. આમ તો શહેર-વાડીએ નવા મંત્રી મંડળની રચના સુધીમાં 4 મંત્રી આપ્યા છે. જેમાં સ્વ.નલિન ભટ્ટ અને ભૂપેન્દ્ર લાખાવાળા ઉપરાંત ભાજપના મકરંદ દેસાઇ અને કોંગ્રેસના ભીખા રબારીનો સમાવેશ થાય છે.

બીજી તરફ અગાઉ અકોટાના ધારાસભ્ય રહી ચૂકેલા સૌરભ પટેલ મંત્રી બન્યા તે ટાણે કાર્યકરોનો ઝોક પશ્ચિમ તરફ વળ્યો હતો તો માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ મંત્રી રહ્યા ત્યારે કાર્યકરોને દક્ષિણ તરફ દોટ મૂકવી પડી હતી. જ્યારે હવે કાર્યકરો માટે શહેર વાડી વિધાનસભા વિસ્તાર એપી સેન્ટર બની જશે.

અન્ય સમાચારો પણ છે...