તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરી મોંકાણ:વડોદરામાં કોવિશિલ્ડનો જથ્થો ખૂટતાં એક દિવસમાં 6848ને જ રસી મળી

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સરેરાશ 12 હજારને મૂકાતી રસીમાં 50%નો કાપ
  • આજે પણ સેન્ટરો પર માત્ર કોવેક્સિનના ડોઝ અપાશે

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે દિવસથી કોરોના અંગેના રસીકરણ માટે કોવિશીલ્ડનો જથ્થો નહીં આપતા શહેરમાં રસીકરણમાં 50 ટકા કાપ આવ્યો છે. રોજ સરેરાશ 12 હજારને અપાતી રસી સામે શુક્રવારે માત્ર 6848 લોકોને રસી મળી શકી હતી. રસી મુકાવતા લોકો પૈકી બીજો ડોઝ લેનારની સંખ્યામાં ઘટાડો થતા બેકલોગ વધશે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રો મુજબ શનિવારે પણ માત્ર કો વેક્સિન આપવામાં આવશે.

શહેરમાં શુક્રવારે યોજાયેલા રસીકરણમાં માત્ર 6848 લોકોએ રસી મુકાવી હતી રસીનો ડોઝ ઓછો આવવાને પગલે મોટાભાગના નાગરિકોએ પર જવાનો વખત આવ્યો હતો. એક બાજુ રાજય સરકાર દ્વારા ફૂલ્લી વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી બાજુ રસીનો જથ્થો આવવાને પગલે નાગરિકોએ પરત જવાનો વખત આવે છે. શુક્રવારે થયેલા માત્ર 4292 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હતો. જ્યારે 1932 લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો. આ સાથે 18 વર્ષથી ઉપરના વયજૂથમાં 1278 લોકોએ પ્રથમ અને 3675 લોકોએ બીજો લીધો હતો. ત્યારે 45 વર્ષથી ઉપરના 314ને પ્રથમ અને 51 લોકોએ બીજો લીધો હતો.

આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા મુજબ આગામી દિવસોમાં રસીનો જથ્થો પુરતા પ્રમાણમાં આવશે અને રોજ 15 હજાર ઉપરાંત લોકોનું રસીકરણ કરવામાં આવશે.

કેમ્પ માટે ઉઘરાવીને રસી આપવી પડી
રસીકરણ કેમ્પનું આયોજન કરનાર લોકોને અર્બન હેલ્થ સેન્ટરમાં રહેલો કોવિશીલ્ડ નો જથ્થો એકત્ર કરી આપવો પડે છે. જેને પગલે રસીકરણ કેન્દ્ર પર જતા લોકોને આ રસી મળતી નથી. છેલ્લા બે દિવસથી આરોગ્ય વિભાગ આવી રીતે રસી ઉઘરાવી રહ્યું છે. રસીનો જથ્થો સાચવી રાખવાની પગલે બે દિવસના સેશનમાં પણ લોકોને પર જવાનો વખત આવ્યો છે.

અત્યારે માત્ર કોવેક્સિન અપાય છે
રાજ્ય સરકાર દ્વારા અત્યારે માત્ર કોવેક્સિન આપવામાં આવી રહી છે. આ રાશિનો જેટલો જોઈએ તેટલો જથ્થો આપવામાં આવી રહ્યો છે. કોવિશીલ્ડ ક્યારે આવશે તે ખબર નથી. કોવિશીલ્ડ ન હોવાને કારણે રસીકરણ ઓછું થઈ રહ્યું છે. > ડો. દેવેશ પટેલ, મુખ્ય આરોગ્ય અમલદાર

15 હજારમાંથી 8500 સગર્ભાને રસી
આરોગ્ય વિભાગ મુજબ શહેરના અર્બન હેલ્થ સેન્ટર માં નોંધાયેલ સગર્ભા મહિલાઓ પૈકી અંદાજે 55 % જેટલા સગર્ભા મહિલાઓએ રસી મુકાવી હતી સગર્ભા મહિલાઓને રસીકરણ માટેની મંજૂરી મળ્યા બાદ જો લોક જાગૃતિ અભિયાન ચલાવ્યું હોત તો આ આંકડો મોટો થઈ શકે. 15000 સગર્ભા મહિલાઓ પૈકી માત્ર સાડા 8500 ને પ્રથમ ડોઝ મૂકવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...