• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In Vadodara, Names Of Heirs Have Been Entered In 30 Thousand PF Accounts In Last 2 Months, Appeal Of The Officer To Come Forward Companies

નોમિનેશન ઝુંબેશ:વડોદરામાં છેલ્લા 2 મહિનામાં 30 હજાર PF ખાતાઓમાં વારસદારોના નામ દાખલ કરાયા, કંપનીઓ આગળ આવે તેવી અધિકારીની અપીલ

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પીએફની ક્ષેત્રીય ઓફિસના કમિશનર મનોજકુમાર યાદવ - Divya Bhaskar
પીએફની ક્ષેત્રીય ઓફિસના કમિશનર મનોજકુમાર યાદવ
  • કર્મચારી ભવિષ્ય નિધિ ફંડ દ્વારા પીએફ ખાતામાં નોમિનેશન દાખલ કરવા ઝુંબેશ શરૂ કરાઇ છે

કર્મચારી ભવિષ્ય નિધિ ફંડ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં પ્રોવિડન્ટ ફંડ ખાતા ધારકો માટે તેમના ખાતામાં વારસદારોના નામ દાખલ કરવા ઝુંબેશ ઉપાડવામાં આવી છે. પીએફની ક્ષેત્રીય ઓફિસના કમિશનર મનોજકુમાર યાદવે જણાવ્યું હતું કે, વડોદરા પીએફ કચેરી હેઠળ કુલ પાંચ જિલ્લાઓ આવે છે. વડોદરા ઉપરાંત પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, મહિસાગર જિલ્લાની ખાનગી કંપનીમાં કામ કરતા કર્મયોગીઓના પીએફ એકાઉન્ટ અહી નિભાવવામાં આવે છે.

કર્મચારીઓને તેમના હક્કના નાણાં ચૂકવવામાં આવી રહ્યા છે હાલની સ્થિતિએ કુલ 30.20 લાખ પી.એફ.ધારકોના ખાતાઓ પૈકી 5.75 લાખ સક્રિય ખાતા છે. તાજેતરમાં આ તમામ ખાતાઓમાં તેમાં જમા ભંડોળ મુજબ વ્યાજ જમા કરી દેવામાં આવ્યું છે. કર્મચારીઓને તકલીફ ના પડે એવી સુગમ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. પીએફના દાવાઓની પતાવટ માટે થ્રી સ્ટેપ ઓનલાઈન વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. કચેરી ખાતે પણ નિયત સંખ્યા કરતાં વધુ દાવાઓની પતાવટ કરીને કર્મચારીઓને તેમના હક્કના નાણાં ચૂકવવામાં આવી રહ્યા છે.

પીએફ ખાતાધારકોએ નોમિનેશન કરવું ખૂબ જરૂરી છે પીએફ ખાતા ધારકોને તેમના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં તેના વારસદારને રૂ. 7 લાખ વીમાની રકમ મળવાપાત્ર છે અને પેન્શન રૂપે પત્નીને રૂ. 2500 અને બે બાળકો સુધી બાળક દીઠ રૂ. 450 મળવાપાત્ર છે. આવા કારણસર પીએફ ખાતાધારકોએ નોમિનેશન કરવું ખૂબ જરૂરી છે. જેથી ઝુંબેશ હાથ ધરવામા આવી છે.

કંપનીઓ આગળ આવે તેવી અધિકારીની અપીલ છેલ્લા બે માસમાં 30 હજાર કર્મચારીઓના ખાતામાં તેમના નોમીનેશનની વિગતો ભરવામાં આવી છે. આવી વિગતો આધાર નંબર સાથે ઓનલાઈન પણ ભરી શકાય છે. મનોજકુમાર યાદવે અપીલ કરતા કહ્યું હતું કે, નોકરીદાતા કંપનીઓ પણ આગળ આવી તેમના કર્મચારીઓના વારસદારોની વિગત આગામી 31 ડિસેમ્બર પહેલા દાખલ થઈ જાય એની તકેદારી લે અને કંપનીઓને કોઈ ટેકનિકલ માર્ગદર્શનની જરૂર હોય તો એ પુરું પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...