તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મનિર્ભરતા:વડોદરામાં ઘરે ઘરે મધ વેચતા પરિવારોને ગુજરાન આપવા મધને બ્રાન્ડ બનાવી એક્સપોર્ટ કરાશે

વડોદરાએક મહિનો પહેલા
ઉદ્યોગ સાહસિક બે મહિલાઓએ ઘેર ઘેર મધ વેચતા પરિવારોને આત્મનિર્ભર બનાવવાનું બીડું ઝડપ્યું છે
  • બે ઉદ્યોગ સાહસિક મહિલાઓનો આંતરરાષ્ટ્રીય ફલક પર મધનું બિઝનેસ મોડેલ બનાવાશે

વડોદરાની ઉદ્યોગ સાહસિક બે મહિલાઓએ ઘેર ઘેર મધ વેચતા પરિવારોને આત્મનિર્ભર બનાવવાનું બીડું ઝડપ્યું છે. મધ વેચતા પરિવારોને આંતરરાષ્ટ્રીય ફલક પર બિઝનેસ મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવાનો નિર્ધાર કર્યો છે. વડોદરાની ઉદ્યોગ સાહસિક રાગી નાયર પટેલ અને સવિથા રવી દ્વારા મધ વેચતા પરિવારોને આત્મનિર્ભર બનાવવા માટે કવાયત હાથ ધરી છે. રાગી નાયર પટેલે જણાવ્યું હતું કે, જૂન માસમાં કોરોનાગ્રસ્ત હતી ત્યારે મારા ઘરે સંખેડાનું પરિવાર મધ વેચવા માટે આવ્યું હતું. ઓડિશાનું પરિવાર ઘરે ઘરે ફરી મધ વેચી ગુજરાન ચલાવે છે. કોરોનાકાળ દરમિયાન તેઓ મધ વેચવા માટે મારા ઘરે આવી પહોંચ્યા હતા. અને તેઓએ હાલ ગુજરાન ચલાવવું મુશ્કેલ હોવાનું જણાવ્યું હતું.

મધ વેચતા પરિવારોને આંતરરાષ્ટ્રીય ફલક પર બિઝનેસ મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવાનો નિર્ધાર
મધ વેચતા પરિવારોને આંતરરાષ્ટ્રીય ફલક પર બિઝનેસ મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવાનો નિર્ધાર

નફો નહી કે નુકસાન નહીના ધોરણે વેચાણ
ઘરે ઘરે ફરી મધ વેચતા પરિવારની આપવિતી સાભળી તેઓને તેઓની જ પ્રોડક્ટ એટલે કે મધને લોકો સુધી પહોચાડવા માટે મે અને મારા સાથી સવિથા રવીએ બીડું ઝડપ્યું છે.વધુમાં તેઓએ જણાવ્યું કે, બી કપર્સ પાસેથી હાલમાં 200 કિલો મધની ખરીદી કરી છે. આવનાર દિવસોમાં વધુ મધ ખરીદીશુ. આ મધ અમે શહદ બ્રાન્ડથી સ્થાનિક બજારમાં તેમજ મુબઇ અને દિલ્હી સુધી ન નફો ન નુકશાનથી વેચી રહ્યા છે. આગામી ટૂંક સમયમાં શહદ બ્રાન્ડનુ મધ સ્થાનિક સ્ટોરમાં પણ વેચાણ માટે મુકવામાં આવશે. તે બાદ અમો આ મધ શહદ બ્રાન્ડથી એક્સપોર્ટ પણ કરવામાં આવશે.

બી કપર્સ પાસેથી હાલમાં 200 કિલો મધની ખરીદી કરી છે
બી કપર્સ પાસેથી હાલમાં 200 કિલો મધની ખરીદી કરી છે

30 મહિલાઓને રોજગારી
રાગી નાયર પટેલે ઉમેર્યું હતું કે, મધપૂડામાથી મધ એકઠું કરી મધ વેચતા 30 પરિવારોને રોજગારી આપવા સાથે સ્થાનિક અન્ય 30 જેટલી મહિલાઓને મધના પેકિંગ સહિતના કામમા જોતરીને તેઓને પણ રોજગારી આપી રહ્યા છે.વધુમાં એમ પણ જણાવ્યું કે, ઘરે ઘરે ફરી મધ વેચતા પરિવારોને આતરરાષ્ટ્રીય ફલક ઉપર લઈ જવાનું અમારું લક્ષ્ય છે. નોધનિય છે કે, રાગી નાયર પટેલ અને સવિથા રવિ છેલ્લા 20 વર્ષ ઉપરાંતથી સવિરા કમ્પોઝીશન નામથી પ્રોડક્ટ એજન્સી ચલાવે છે. તે સાથે થ્રુ બ્લેક અ બ્રાન્ડ નામની એજન્સી ચલાવે છે.

મધ શહદ બ્રાન્ડથી એક્સપોર્ટ પણ કરવામાં આવશે
મધ શહદ બ્રાન્ડથી એક્સપોર્ટ પણ કરવામાં આવશે

મહામારીમાં આર્થિક મદદ મળશે
ઉદ્યોગ સાહસિક રાગી નાયર પટેલ અને સવિથા રવીની આ જોડી આગામી દિવસોમાં શહદ ને એક પણ રૂપિયાના નફા વગર કોરોના મહામારીમાં ભાંગી પડેલા આ બી કીપર્સ ને આર્થિક રીતે મજબૂત કરીને સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરી રહી છે.ઉલ્લેખનીય બાબત એ છે કે કોરોનાકાળ દરમિયાન આર્થિક રીતે તૂટી ગયેલા પરિવારોને આર્થિક રીતે મદદ કરીને જ ઉભા કરી શકાય., તેવું નથી પરંતુ રાગી નાયર પટેલ અને સવિથા રવી જેવા વિચાર સાથે પણ આર્થિક રીતે તૂટી પડેલા પરિવારોને મદદ કરી શકાય છે. તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.